બેંચે પોતાના વચગાળાના આદેશમાં કહ્યું કે, ‘રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ બંધારણની કલમ 21 અને 21એ હેઠળ મૌલિક અધિકારને છીનવી ના શકે. કોર્ટે કહ્યું કે, શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું એકમાત્ર સાધન ઓનલાઈન શિક્ષણ છે. બેંચે એ પણ કહ્યું કે, સમાજના નિશ્ચિત વર્ગની પાસે સુવિધા ન હોવાના આધારે ઓનલાઈન ક્લાસ પર પ્રતિબંધ લગાવવો યોગ્ય નથી.
જો કે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આનો અર્થ એ નથી કે શાળાઓને ઓનલાઇન શિક્ષણના નામે વધુ પૈસા ખંખેરવાની અને ઓનલાઇન શિક્ષણને ફરજીયાત બનાવવાનો અિધકાર મળી ગયો છે.
કોરોનાની મહામારી દરમિયાન ઓનલાઇન શિક્ષણ કેવી રીતે અપાય તે અંગે કર્ણાટક સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક સમિતિ એબે દિવસ પહેંલા પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો.
સમિતિ એ અનેક ભલામણો કરી હતી અને ઓનલાઇન વર્ગો માટે સમય પણ ફિક્સ કર્યો હતો. અહેવાલ મળ્યા પછી કર્ણાટક સરકારના પ્રાથમિક અને માધ્યમીક શિક્ષણ મંત્રી એસ.સુરેશ કુમારે કહ્યું હતું કે સરકાર સમિતિએ સુચવેલી ભલામણો પર વિચાર કરી આગળ નિર્ણય કરશે.