બેગ્લુંરુઃ બેગ્લુંરુમાં એક ધારાસભ્યના ભાણાની ફેસબુક પૉસ્ટ બાદ હિંસા ભડકી ગઇ છે. ગુસ્સે ભરાયેલી ભીડે ધારાસભ્યના ઘર અને પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો છે. પોલીસના ફાયરિંગમાં બે પ્રદર્શનકારીઓના મોત થઇ ગયા છે, એક એડિશનલ કમિશનર સહિત 60 લોકો ઘાયલ થયા છે. પૉસ્ટ લખવાના આરોપમાં કર્ણાટકાના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસમૂર્તિના ભાણાની ધરપકડ કરી લેવામાં આવી છે. આની સાથે આ મામલે અત્યાર સુધી 110 લોકોની ધરપકડ કરાઇ છે.


આરોપ એ છે કે ધારાસભ્ય અખંડ શ્રીનિવાસમૂર્તિના ભાણાએ પેગંમ્બર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર આપત્તિજનક પૉસ્ટ લખી હતી. આ સમાચાર ફેલાયા બાદ સાંજે 7 વાગ્યાની આસપાસ મુસ્લિમ સમુદાયના સેંકડો લોકોની ભીડ તેના ઘરની બહાર જમા થઇ ગઇ હતી.

ગુસ્સે ભરાયેલા લોકોએ ઘર પર પથ્થરમારો કર્યો, એેટલુ જ નહીં ગુસ્સો શાંત ના થયો તે ત્યાં રહેલી 2-3 ગાડીઓને પણ આગ લગાડી દેવામાં આવી હતી. આ પછી નારાજ ભીડ ડીજે હલ્લી પોલીસ સ્ટેશન પહોંચી ગઇ અને ત્યાં પણ તોડફોડ કરી દીધી હતી.



મામલે વધતા જોઇને છેવટે પોલીસને ફાયરિંગ કરવુ પડ્યુ હતુ, આ ફાયરિંગમાં બે લોકોના મોત થયા હતા, અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આપત્તિજનક પૉસ્ટ કરનારા ધારાસભ્યના ભાણાને પકડી લીધો છે.