નવી દિલ્હી:  ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાન પર મુંબઈમાં થયેલા 26/11 હુમલાના જવાબદારોને ખુલ્લેઆમ  ફરવા દેવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જાવેદ અખ્તર હાલમાં જ ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા, જેને અલ્હામરા આર્ટસ કાઉન્સિંલે આયોજન કર્યું હતું અને તેનું સમાપન રવિવારે થયું હતું. 


વાયરલ થયેલા વીડિયોમાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તરને બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો કરવા વિશે વાતચીત કરતા સાંભળી શકાય  છે.... અને તેઓ ત્યાં હાજર લોકોને જણાવી રહ્યા છે કે 'હિંદુસ્તાનીઓના દિલમાં નારાજગી છે......'


જાવેદ અખ્તરે કહ્યું, આપણે એકબીજા પર આરોપ ન લગાવવા જોઈએ. તેનાથી કંઈ મળવાનું નથી..માહોલ તણાવપૂર્ણ છે, તેને યોગ્ય કરવો જોઈએ. અમે મુંબઈના લોકો છીએ અને અમે અમારા શહેર પર હુમલો થતા જોયો છે. હુમલાવરો નોર્વે અથવા મિસ્ત્રથી નહોતા આવ્યા... અને તે જ લોકો તમારા દેશમાં હાલમાં પણ ફરી રહ્યા છે. આ ફરિયાદ હિંદુસ્તાનીના દિલમાં છે, તો તમારી ખોટુ ન લગાડવું જોઈએ. 






તેમણે એ પણ કહ્યું કે હિન્દુસ્તાની કલાકારોને પાકિસ્તાનમાં એ પ્રકારનું સન્માન આપવામાં નથી આવ્યું, જે રીતે ભારતમાં પાકિસ્તાની દિગ્ગજોને આપવામાં આવે છે. 


હોલમાં પડી રહેલી  તાળીઓ વચ્ચે દિગ્ગજ લેખક અને શાયદ જાવેદ અખ્તર કહે છે, 'જ્યારે ફૈઝ સાહેબ આવ્યા હતા, તેમનું સ્વાગત મોટી હસ્તીની જેમ કરાયું હતું. તમામ જગ્યાએ તેમનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.  અમે નુસરત ફતેહ અલી ખાન અને મહેંદી હસનના મોટા મોટા કાર્યક્રમો કરાવ્યા પરંતુ તમે (પાકિસ્તાને) ક્યારેય લતા મંગેશકરનો કોઈ કાર્યક્રમ નથી કરાવ્યો.' 


ફિલ્મ લેખક અને જાણીતા શાયર જાવેદ અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો ખૂબ જ શેર કરી રહ્યા છે અને જાવેદ અખ્તરના વખાણ કરી રહ્યા છે.  ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ કહી રહ્યા છે કે જાવેદ અખ્તરે પાકિસ્તાન પર સર્જિક્લ સ્ટ્રાઈક કરી છે.