નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર એવા લોકોને જેલમાં ધકેલી દેશે જે કોરોના સંક્રમિત દર્દીઓની યાદી વાયરલ કરશે. વાયરલ મેસેજ અનુસાર કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. મેસેજમાં લખ્યું છે કે, કેન્દ્ર સરાકરે નવી ગાઈડલાઈન બહાર પાડી છે જે અનુસાર કોરના દર્દીની યાદી વાયરલ કરવા પર 3 મહિનાની જેલ થશે.


મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવા માટે પોલિસ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. આ મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


આ મેસેજની તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ મેસેજ નકલી છે અને લોકોમાં માત્ર ભ્રમ ફેલાવવા માટે ફોરવર્ડ કરવામાં આવે છે. પીઆઈબી તરફથી પણ આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ દાવો નકલી છે, કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સાથે જોડાયેલ આવી કોઈ ગાઈડલાઈન્સ બહાર પાડી નથી.