નવી દિલ્હીઃ બીજેપી સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યુ છે. તેમને કહ્યું કે, તેમની પાર્ટી ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી રહી, અને બંધારણ પણ આની અનુમતિ નથી આપતુ. જ્યાં સુધી બીજેપી હિન્દુત્વની વિચારધારા નહીં છોડે ત્યાં સુધી સત્તામાં રહેશે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, કોંગ્રેસે અલ્પસંખ્યકોને એક કરીને અને હિન્દુઓને વિભાજીત કરીને પહેલા પણ સરકારો બનાવી છે.


સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, રાજકીય રીતે હિન્દુઓની એકબીજા સાથે મતભેદ ભુલાવીન સમુદાય તરીકે એક થવુ જોઇએ. વિદેશી સંવાદદાતાઓના ક્લબ તરફથી આયોજિત કરવામાં આવેલી એક ડિજીટલ સંમેલનમાં સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અહીં એઆઇએમઆઇએમના અસાસુદ્દીન ઓવૈસીને પણ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે હિન્દુત્વની વિચારધારાના કારણે બીજેપીના વૉટની ટકાવારી વધી છે. તેમને કહ્યું કે, જો હિન્દુત્વની વિચારધારા બનેલી રહેશે તો અમે આગળ પણ ચૂંટણી જીતશું, અમને આર્થિક પ્રદર્શનથી ત્યાં સુધી ફરક નહીં પડે જ્યાં સુધી આ બહુ વધારે ખરાબ ના થઇ જાય.

સુબ્રમણ્યમ સ્વામીનો વિરોધ કરતા ઓવૈસીએ કહ્યું કે, ભારતની સુંદરતા તેની વિવિધતામાં છે, સ્વામી હિન્દુત્વની વિચાર ધારા માટે એવા લોકોનો સાથે આપે છે તેમાં માને છે. સુબ્રમણ્યમ સ્વામી પણ હિન્દુઓની ચિંતા નથી કરતા.