મધ્યપ્રદેશના રીવાના મંગવાણ પોલીસ સ્ટેશન હેઠળના હનોતા જોરોટ (Hinota Jorot village under Mangawa police station) ગામમાં જમીન અંગેના પારિવારિક વિવાદમાં ડમ્પરમાંથી કાંકરી નાખીને બે મહિલાઓને જીવતી દફનાવી (2 women partially buried in gravel during protest) દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, પોલીસની તત્પરતાના કારણે આ થઈ શક્યું ન હતું.
આ મામલે પોલીસ અધિક્ષક વિવેક સિંહે કહ્યું કે આ પારિવારિક વિવાદ છે. આ કેસમાં પોલીસે ડમ્પર કબજે કર્યું છે. આરોપી વિપિન પાંડેની પોલીસે અટકાયત કરી છે જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. મહિલાઓની પણ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, જ્યાંથી તેમને રજા આપવામાં આવી છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અહીં, ફરિયાદી આશા પાંડેના પતિ સુરેશ પાંડે (25 વર્ષ)એ પોલીસને જણાવ્યું હતું કે તેનો પરિવારના સસરા ગૌકરણ પાંડે સાથે વહેંચાયેલ જમીનમાંથી બહાર નીકળવાના માર્ગને લઈને વિવાદ છે.
તેણે જણાવ્યું કે શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે, ગૌકરણ પાંડે અને સાળો વિપિન પાંડે વિવાદિત જમીન પર રસ્તો બનાવવા માટે ડમ્પરમાંથી કાંકરી લઈને આવ્યા હતા. જ્યાં આશા પાંડે અને તેની ભાભી મમતા પાંડેએ (Mamta Pandey and Asha Pande) ડમ્પરના ચાલકને કાંકરી નાખવાની ના પાડવાનું શરૂ કર્યું હતું. ડમ્પર ચાલકે બંનેની વાત ન સાંભળતા તેઓ ડમ્પરની પાછળ જે જગ્યાએ કાંકરી પડી ત્યાં બેસી જવા લાગ્યા હતા. બંને કાંકરીમાં દટવા લાગ્યા, ત્યારબાદ સ્થળ પર હાજર ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા.
એડીજી કાયદો અને વ્યવસ્થા જયદીપ પ્રસાદે (ADG, Law and Order, Jaideep Prasad) જણાવ્યું કે શનિવારે રીવા જિલ્લાના મંગવાના પોલીસ સ્ટેશનના ગામ હિનોતા કોઠારમાં પારિવારિક જમીન વિવાદમાં બે મહિલાઓ આશા પાંડે અને મમતા પાંડે પર કાંકરી પડી હતી. આ પરિવાર પાંડે પરિવાર છે અને તેમાં કોઈ દલિત/આદિવાસી મહિલા નહોતી. પોલીસે ગુનો નોંધી ડમ્પર કબજે કર્યું છે. એક આરોપી વિપિન પાંડે પોલીસ કસ્ટડીમાં છે અને અન્ય બે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
કોંગ્રેસના નેતા જીતુ પટવારીએ મહિલાઓની સુરક્ષામાં રાજ્ય સરકારની નિષ્ફળતાની ટીકા કરી હતી, અને કહ્યું કે મધ્ય પ્રદેશમાં મહિલાઓ સામેના ગુનાઓ સૌથી વધુ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ યાદવે ગુંડાઓના વર્ચસ્વની નિંદા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર હેઠળ સંવેદનશીલ જૂથોને સતત સતામણીનો સામનો કરવો પડે છે