તેલંગણા:ખુદના  સંબંધીના લગ્નમાં પહોંચેલા 19 વર્ષના યુવકનું  લગ્નમાં ડાન્સ કરતી વખતે મોત થઇ ગયું.  મળતી માહિતી મુજબ, ડાન્સ કરતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો અને જમીન પર ઢળી પડ્યો. બાદ હોસ્પિટલ લઇ જતાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.


     લગ્નમાં નૃત્ય કરતી વખતે મૃત્યુ


તેલંગાણામાં એક લગ્નમાં કંઈક એવું થયું જે જોઇને બધા જ ચોંકી ગયા,કારણ કે તેલંગાણાના લગ્નમાં ડાન્સ કરવો એક  યુવકને ભારે પડ્યો પોતાના સંબંધીના લગ્નમાં પહોંચેલા 19 વર્ષના છોકરાનું લગ્નમાં ડાન્સ કરતી વખતે મોત થયું હતું. મળતી માહિતી મુજબ, ડાન્સ કરતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.


વીડિયો વાયરલ થયો






મૃત્યુ પામનાર યુવકનો વીડિયો વાયરલ થયો છે. તે  મૂળ મહારાષ્ટ્રનો હતો. જે હૈદરાબાદથી લગભગ 200 કિલોમીટર દૂર નિર્મલ જિલ્લાના પારડી ગામમાં તેના સંબંધીના લગ્નના રિસેપ્શનમાં પહોંચ્યો હતો અને  ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન યુવક ડાન્સ કરતી વખતે અચાનક નીચે પડી ગયો હતો. બાદ તેને તાબડતોબ હોસ્પિટચલ લઇ જવાયો  જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.


આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તબીબોના મતે યુવકને હાર્ટ એટેક આવ્યો હોવો જોઈએ જેના કારણે તેનું મોત થયું છે. તેલંગાણામાં ચાર દિવસમાં આ બીજી ઘટના છે. 22 ફેબ્રુઆરીના રોજ, હૈદરાબાદમાં એક જીમમાં વર્કઆઉટ કરતી વખતે 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું.


Accident: સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, પિક વાન ડિવાઇડર કૂદી સામને રોડ પર બાઇકમાં અથડાઇ, દુર્ઘટનામાં 4નાં મોત


urat News:સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. અહીં ગઈકાલે રાત્રે  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.


સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર ગઇ કાલ રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં અંત્રોલી પાસે પિકઅપનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે  ટાયર ફાટતાંની સાથે પિક અપ વાન ડિવાઇડર કુદાવીને બે બાઇકર્સને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. તો અન્ય એક ઇજાગ્રસ્ત છે. જેને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટનાના પગલે કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણોની તપાસ કરીને વિગત એકત્ર કરી હતી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


તો બીજી એક અકસ્માતની ઘટનામાં ફ સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકો પણ મોતના ભેટ્યા છે. અહીં વાહન  ડિવાઈડર સાથે અથડતા અકસ્માત સર્જાયો હતો. બે યુવકો સુરતથી નવસારી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો તો બીજા યુવકનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. મૃતકનું નામ સાદિક અનીસ અહમેદ હતું જેની ઉંમર 22 હતી. અને બીજા મૃતકનું નામ હાસીમ રહીશ શેખ હતું જેની  19 વર્ષ હતી. બંને મૃતક મિત્રો હતા અને લીંબાયત વિસ્તારમાં આવેલ પદ્માવતી સોસાયટીમાં રહેતા હતા.