નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ બેંક મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શરમજનક દૃશ્યનો વીડિયો ઓડિશાના નૌપાડા જિલ્લાનો છે. વીડિયોમાં 100 વર્ષની વૃદ્ધ મહિલાને ખાટલા પર લઈ જતા જોઈ શકાય છે.

વાયરલ થઈ રહેલ વીડિયોમાં વૃદ્ધ મહિલાને તેની દીકરી ખાટા પર ખેંચીને બેંક લઈ જઈ રહી છે. બેંક મેનેજરે ખાતાધારકને જોઈને જ વેરિફિકેશન કર્યા બાદ પેંશની રકમ ઉપાડવાની વાત કરી હતી. ત્યાર બાદ તેની દીકરી પોતાની બીમાર માતાને બેંક સુધી ખાટલા પર ખેંચીને ઉત્કલ ગ્રામીમ  બેંકની બ્રાન્ચ સુધી લઈ જવા માટે મજબૂર થઈ.

કહેવાય છે કે, વૃદ્ધ મહિલાની બીમાર હોવાનું કહેવા છતાં તેની દીકરીની વાત માનવામાં ન આવી. વૃદ્ધ મહિલાને પોતાના ખાતામાંથી પેંશનની રકમ 1500 રૂપિયા ઉપાડવાના હતા. આ દરમિયાન આવા અમાનવીય દૃશ્યનો વીડિયો કોઈ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.


વીડિયો વાયરલ થયા બાદ બેંક મેનેજર સસ્પેંડ

માનવીય સંવેદના મરી પરવારી હોય તેવો આ વીડિયો જોયા બાદ બેંક મેનેજમેન્ટે મેનેજરને સસ્પેન્ડ કર્યા છે. બેંકના અધ્યક્ષ રંજીત કુમાર મિશ્રાએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા સ્પષ્ટતા કરી કે, “બ્રાન્ચ મેનેજરનો મહિલાને પરેશાન કરવાનો કોઈ ઇરાદો ન હતો પરંતુ સારી રીતે સંવાદ સ્થાપિત કરવામાં ચૂક થઈ. માટે બેંક મેનેજર અજીત પ્રધાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”