Viral Video: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના ભૂતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ભૂત અચાનક દેખાય છે અને પછી અચાનક ગાયબ થઈ જાય છે. આ વીડિયો બન્ના દેવી પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું કહેવાય છે. જોકે, એબીપી ન્યૂઝ  વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.


વાયરલ વીડિયોમાં એક મહિલા અચાનક ચાદર પહેરેલી દેખાય છે. તે થોડા અંતર સુધી ચાલે છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. આ વીડિયો વાયરલ થતાં જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટલાક લોકો તેને એડિટ ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને ટેક્નિકલ ખામી ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકો તેને ઓરિજિનલ વીડિયો કહી રહ્યા છે.






યુવકે ગળામાં દિવાલ ઘડિયાળ પહેરી ફ્લાયઓવર પરથી કર્યો ચલણી નોટોનો વરસાદ


કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શહેરના અતિ વ્યસ્ત એવા કે.આર. માર્કેટ વિસ્તારમાં આજ બપોરે એક યુવકે એક નવા જ બનેલા ફ્લાયઓવર પરથી એક 10-10 રૂપિયાની નોટો ઉડાડી હતી. જેને લુંટવા માટે ઘટનાસ્થળે ભારે અફરા-તફરી મચી જવા પામી હતી. ટ્રાફિક જામ શરૂ થયો હતો. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં તમે એક યુવકને નોટો ઉડાડતો સ્પષ્ટ જોઈ શકો છો. યુવકે કાળો કોટ પહેર્યો છે અને તેના ગળામાં દિવાલ ઘડિયાળ લટકેલી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાયઓવર પર હાજર લોકો તેમની આસપાસ વેરવિખેર અને હવામાં ઉડતી ચલણી નોટો લેવા દોડી આવે છે. જેના કારણે ફ્લાયઓવર પર થોડો સમય વાહન વ્યવહાર ખોરવાયો હતો.


જ્યારે યુવક નોટોના બંડલ ખોલીને ફ્લાયઓવરની નીચે ફેંકે છે ત્યારે ત્યાં ઉભેલા લોકો નોટો પકડવા માટે એકત્ર થઈ ગયા હતાં. આ દરમિયાન યુવક પુલની બીજી બાજુ જાય છે અને ત્યાં જઈને પણ નોટોના બંડલ ખોલે છે અને ત્યાં પણ નોટો ફેંકવા લાગે છે. બીજી બાજુ નીચે ઉભેલા લોકો નોટો રીતસરની લુંટવા લાગ્યા હતાં. યુવકને આ રીતે નોટો ઉડાડતો જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયું હતું.


સૂત્રોના જણાવ્યા અનુસાર, નોટ ફેંકનાર યુવકની ઉંમર 30 થી 40 વર્ષની વચ્ચે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકે 3000 રૂપિયાની 10 રૂપિયાની ચલણી નોટો ફ્લાયઓવર નીચે ફેંકી દીધી હતી. પોલીસને શંકા છે કે યુવક માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે. જો કે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.