Viral Video Of Groom Dancing In Own Baraat: લગ્નના વરઘોડામાં આપણે સૌકોઈએ વરરાજાને ઘોડી પર બેઠેલો જોયો જ હશે. પણ શું તમે ક્યારેય જોયું છે કે વરરાજા પોતાના લગ્નની ખુશીને લઈને એટલો તે ગાંડો થઈ જાય કે તે ઘોડી પરથી ઉતરીને નાચવા લાગે? જો ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો. આ વરરાજા તેના લગ્નની ઉજવણીમાં કેવી રીતે ચાર ચાંદ લગાવી દીધા હતાં. 


વરરાજા તો એ હદે તલ્લીન થઈ ગયો હતો કે સરઘસમાં ઘોડી પર ચઢવાને બદલે તે ઘોડી પરથી જ નીચે ઉતરી ગયો હતો અનેજાનૈયાઓ સાથે જોરદાર ડાન્સ કરવા લાગે છે. હવે જ્યારે વરરાજા પોતે જ નાચવામાં આ હદે મગ્ન હશે તો બાકીના બારાતીઓની શું હાલત હશે તેનો અંદાજ લગાવી શકાય છે.


'સૈંયાજી'નો ડાંસ


વરઘોડામાં ડીજે 'છોટે છોટે ભાઈયો કે બડે ભૈયા, આજ બને હૈ કિસી કે સૈયા' ગીત વગાડ્યું હતું. આવા ગીતો પર જાનૈયાઓ નાચવા લાગે તે સ્વાભાવિક છે પરંતુ કદાચ વરરાજાનું પણ જાણે આ ફેવરિટ હોય તેમ આ ગીત સાંભળતા જ વરરાજા પણ પોતાના પર કાબૂ રાખી શક્યા નહીં. વરરાજા ઘોડી છોડીને પોતાના જ વરઘોડામાં જ જોરદાર ડાંસ કરવા લાગ્યો હતો. જ્યારે ડાન્સનો શોખ માથા પર ચડી જાય અને લગ્નની ખુશી બેવડાઈ જાય ત્યારે કોણ રોકી શકે. આ ગીત પર વરરાજાએ જાનૈયાઓ સાથે જોરદાર ડાન્સ કર્યો હતો અને ત્યાં સુધી આખી જાન પણ થંભી ગઈ હતી. 




વરરાજા... હવે તો લગ્ન કરી લો.. 


વરરાજાને આ એનર્જી અને ખુશી સાથે ડાન્સ કરતા જોઈને ઈન્સ્ટાગ્રામ યુઝર્સે પણ જોરદાર કમેન્ટ કરી છે. આ વીડિયો રોનિધ8 નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં વરરાજાનો ડાન્સ અને ખુશનુમા લુક જોઈને ઘણા ઈન્સ્ટાગ્રામ યુઝર્સે કોમેન્ટ કરી છે કે હવે લાગે છે કે લગ્ન કરી લેવા જોઈએ. જો કે, કેટલાક ઇન્સ્ટાગ્રામ યુઝર્સે એમ પણ લખ્યું છે કે, તે સિંગલ છે એટલે ડાન્સ કરી રહ્યો છે. લગ્ન પછી તો પત્નીના કહેવા પર જ ડાન્સ કરવો પડે છે.
 
Video: 'મૈં તો સજ ગઈ રે સજના કે લીએ', ચંદીગઢની યુવતીએ કર્યો જબરદસ્ત ડાન્સ, તેનો લુક જોઈને લોકો દંગ


સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયો ઘણીવાર વાયરલ થાય છે. પરંતુ હાલમાં જ આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  જેને લોકો વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો ચંદીગઢનો વાયરલ વીડિયો કહેવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી 'મેં તો સજ ગઇ રે સજના કે લિયે' ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. બ્લેક સાડીમાં આ યુવતી ખૂબ જ સુંદર લાગી રહી છે. અને તેમાંય યુવતીના કિલર લુક્સને કારણે લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.


વીડિયોમાં છોકરીનો કિલર લુક્સ 


વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી ગીત પર શાનદાર એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે. તે જ સમયે તેના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી હજારો લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.