Work From Weddings Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વરરાજો લગ્નના મંડપમાં લેપટોપ લઇને ઓફિસનું કામ કરતો જોવા મળે છે.
‘ કોઇએ બહુ ખૂબ કહ્યું છે કે, એ લોકો ખૂબ નશીબદાર હતા જે કામને જ ઇશ્ક સમજતા હતા’ કામ પ્રત્યે ઇમાનદારી તો દરેક લોકોમાં હોવી જોઇએ પણ શું આપે એવું ક્યારેય જોયું છે કે, કોઇ વ્યક્તિ તેમના લગ્નના દિવસે પણ ઓફિસનું કામ કરતી હોય.હાલ કોરોના મહામારીના કારણે હજું કેટલીક ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે. જો કે આજે અમે આપને તેની વાત કરી રહ્યાં છીએ તે વર્ક ફ્રોમ હોમ નહીં પરંતુ વર્કફ્રોમ વેડિંગ છે.
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરરાજો તેમના લગ્નના મંડપમાં બેસીને લેપટોપ લઇને ઓફિસનું કામ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઇને લોકો જુદી જુદી કમેન્ટ કરી રહ્યાં છે. યુઝરે લખ્યું કે, “ કોઇ ખુદના લગ્નના દિવસે ઓફિસનું કામ કરે ખરા?
વાયરલ વીડિયોમાં શું છે
વાયરલ થઇ રહેલા વીડિયોમાં આપને એક લગ્નનો મંડલ દેખાશે. જેમાં દુલ્હા અને દુલ્હન બેઠા છે, લગ્નની વિધિ ચાલી રહી છે. જોકે આ દરમિયાન વરરાજો અચાનક લેપટોપ લઇને ઓફિસનું કામ કરવા લાગે છે. વરરાજાને આ રીતે લગ્ન મંડપમાં ઓફિસનું કામ કરતા જોઇને દુલ્હન પણ હસવા લાગે છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર દુલ્હનિયા નામના પેઝથી શેર કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ પહેલા શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લાઇક અને અનેક કમેન્ટ મળી ચૂકી છે.
કેટલાક લોકો આ વીડિયો જોઇને હસવાનું રોકી ન શકાય તો કેટલાક લોકો લોકોએ મજેદાર કમેન્ટ કરી. યુઝરે લખ્યું, “ લગ્નનો ખર્ચ પણ કાઢવાનો છે. આપ પણ વીડિયો પર જઇને આ મજેદાર કમેન્ટ વાંચી શકો છો.