Traffic Rules Violation Video: ટ્રાફિકના નિયમોને તોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં પાંચ લોકો સ્કૂટી પર મુસાફરી કરતા જોવા મળે છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. વીડિયો જોયા બાદ એક IPS ઓફિસરે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તમે પોલીસને છેતરી શકશો પરંતુ યમદૂતને નહીં.
વાસ્તવમાં વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક જ સ્કૂટીમાં એક-બે નહીં પરંતુ પાંચ લોકો સવાર છે. IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.IPS દિપાંશુ કાબરાએ સ્કૂટી સવારનો વીડિયો શેર કરતા લખ્યું કે તમે પોલીસને છેતરી શકશો પરંતુ યમદૂતને નહીં. આ વ્યક્તિની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરો.
ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ સ્કૂટી ચલાવી રહ્યો છે. બાળકો સ્કૂલ ડ્રેસમાં પાછળ બેઠા છે. એક સ્કૂટી પર બે લોકો બેસી શકે છે, તેના પર પાંચ લોકો જઇ રહ્યા છે. પાછળની સીટ પર એક બાળક ઊભેલું જોવા મળે છે. આવી મુસાફરી કરવી એ તમારા જીવને જોખમમાં નાખવા સમાન છે. યુઝર્સે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.
એક યુઝરે કહ્યું કે નિઃશંકપણે પગલાં લેવા જોઈએ, સાથે જ જાગૃતિ પણ રાખવી જોઈએ અને તે યોગ્ય રહેશે. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું હતું કે પરિવારને આટલા જોખમમાં મુકવો મૂર્ખતા છે. અન્ય યુઝરે લખ્યું હેવી ડ્રાઈવર છે, પરંતુ બાળકો વિશે વિચારી લીધું હોત. હાલમાં વાયરલ વીડિયોમાં એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ ઘટના ક્યાંની છે?