નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલની ત્રીજી વર્ષગાંઠ પર એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી નેશનલ વોર મેમોરિયલમાં તેના શહીદ ભાઈના નામવાળી પ્લેટ જોઈને ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવી જાય છે. મહિલા તેના પતિ સાથે નેશનલ વોર મેમોરિયલની મુલાકાતે આવે છે.તેના પતિએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
શહીદોના નામમાં પોતાના ભાઈની નેમ પ્લેટ જોઈને યુવતી ભાવુક થઈ ગઈ
એક રિપોર્ટ અનુસાર, વીડિયોમાં દેખાતી યુવતીનું નામ શગુન છે. તે પોતાના પતિ સાથે દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લેવા આવી હતી. દરમિયાન જ્યારે તે દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોમાં તેના ભાઈ કેપ્ટન સાંબ્યાલના નામની પ્લેટ પણ જોઈ હતી. આ નેમ પ્લેટ જોઈને તેની આંખો ભીની થઈ ગઈ અને તે રડવા લાગી હતી. બહેનનો આ ઈમોશનલ વીડિયો જોઈને લોકોની આંખો પણ ભીની થઇ ગઇ હતી.
ઇન્સ્ટાગ્રામ પર વિડિયો પોસ્ટ કરનાર શગુનના પતિએ કેપ્શનમાં લખ્યું કે અમે અચાનક દિલ્હી જવાનો પ્લાન બનાવ્યો અને કનોટ પ્લેસની મુલાકાત લીધા પછી મેં મારી પત્નીને કહ્યું કે ચાલો નેશનલ વોર મેમોરિયલ જઈએ. જ્યારે અમે ત્યાં ગયા ત્યારે અમે કારગિલ યુદ્ધના શહીદોના સેક્શન પહોંચ્યારે એક સ્મારકની દિવાલો પર પીવીસી કેપ્ટન વિક્રમબત્રા અને એસએમ મેજર અજય સિંહ જસરોટિયાની કેટલીક તસવીરો સૂવર્ણ અક્ષરોમાં જોઇ હતી. દરમિયાન તેની પત્નીની સામે તેના ભાઈ (કેપ્ટન કેડી સાંબ્યાલ)ની નેમ પ્લેટ આવી. આ પછી શગુને મને ફોન કર્યો અને કહ્યું કે જુઓ અહીં ભાઈનું નામ છે. તે દરમિયાન તે આઘાતમાં હતી અને ખૂબ જ ભાવુક થઇ ગઇ હતી.
નેશનલ વોર મેમોરિયલનું ઉદ્ધાટન વર્ષ 2019 માં કરવામાં આવ્યું હતું
નેશનલ વોર મેમોરિયલ દેશ માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોના સન્માન અને યાદમાં બનાવવામાં આવ્યું છે. વર્ષ 2019 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. નેશનલ વોર મેમોરિયલમાં 25 હજાર 942 સૈનિકોના નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યા છે.