નવી દિલ્હી: પેટ્રોલ ડિઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ મુદ્દો વિપક્ષી દળોએ રાજ્યસભામાં પણ ઉઠાવ્યો હતો. સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ વિશમ્ભર પ્રસાદ નિષાદે પૂછ્યુ કે, સીતા અને રાવણના દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ છે તો રામના દેશમાં કેમ નહીં ?
તેમણે કહ્યું કે, ખેડૂતોની આવક ડબલ કરવાની છે અને ડીઝલ-પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે. જેનાથી અસર થઈ રહી છે. મંત્રીજી આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરી રહ્યાં છે. સીતામાતાના દેશ નેપાળમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ છે અને શ્રીલંકા રાવણના દેશમાં સસ્તુ છે તો શું રામના દેશમાં તેલની કિંમત સસ્તી કરશો ?
તેના જવાબમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પશ્ન શાનદાર છે. શું તેલ તમામને આપવાનું છે કે કેટલાક સામંતિઓને આપવાનું છે. માત્ર ગણાગાઠ્યા દેશોના નામ લીધા છે. આ દેશોમાં બધા માટે વીજળી નથી. શું ભારત આ દેશો સાથે પોતાની તુલના કરશે કે વિશ્વની મોટી અર્થવ્યવસ્થા સાથે કરશે ?
ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિવિધ પૂરક સવાલોના જવાબ આપતા કહ્યું, “છેલ્લા 300 દિવસમાં લગભગ 60 દિવસ ભાવમાં વધારો થયો અને 7 દિવસ પેટ્રોલ અને 21 દિવસ ડીઝલની કિંમતમાં અમે ઘટાડો કર્યો. લગભગ 250 દિવસ સુધી અમે ભાવને સ્થિર રાખ્યો છે. તેથી આ મિથ્યા પ્રચાર છે કે, અત્યાર સુધી તે સૌથી વધુ છે. ”
તેમણે કહ્યું કે, કેન્દ્રએ એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો છે જ્યારે રાજ્યોએ વેટમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે પણ કિંમતોમાં ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રી સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ એક સૂચક છે પરંતુ આંતરરાષ્ટ્રીય ઉત્પાદનની કિંમત માનક છે.
સાંસદે રાજ્યસભામાં પૂછ્યું- સીતા અને રાવણના દેશમાં પેટ્રોલ સસ્તુ છે તો રામના દેશમાં કેમ નહી ? મંત્રીએ શું આપ્યો જવાબ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Feb 2021 04:21 PM (IST)
સાંસદે કહ્યું- મંત્રીજી આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરી રહ્યાં છે. સીતામાતાના દેશ નેપાળમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ છે અને શ્રીલંકા રાવણના દેશમાં સસ્તુ છે તો શું રામના દેશમાં તેલની કિંમત સસ્તી કરશો ?
- - - - - - - - - Advertisement - - - - - - - - -