શું છે જનશતાબ્દિની વિશેષતા
- આ ટ્રેનમાં આધુનિક વિસ્ટા ડોમ ટૂરિસ્ટ કોચ બનાવાયા છે
- વિસ્ટાડોમ કોચની છત અન સાઇડ ગ્લાસથી સજ્જ હોય છે
- એક વિસ્ટાડોમ કોચમાં 44 આરામદાયક સીટ છે
- આ સીટો 180 ડિગ્રી સુધી ફરી શકે છે, જેથી પર્યટક ચારેબાજુનો નજારો નિહાળી શકે
- વિસ્ટા ડોમ કોચના પ્રવાસીઓ માટે વાઇફાઇની સુવિધા પણ છે
- કોચમાં લગેજ રાખવા માટે સ્ટીલના પાર્ટીશનની સુવિધા
- કોચમાં સ્મોક ડિટેક્શન સાથે સાઉન્ડ સિસ્ટમ પણ આપેલ છે
- કોચમાં મીની ફિઝ, માઇક્રોવેવ, હોટકેસ અપાયા છે
- કોચમાં મીની પેન્ટ્રીની સુવિધા પણ અપાઇ છે
વિસ્ટાડોમ કોચ શું છે
વિસ્ટાડોમ કોચ સંપૂર્ણ રીતે એસી કોચ હોય છે. વિસ્ટાડોમ કોચ અધ્યાધુનિક ટેકનોલોજી તૈયાર થાય છે. આ કોચ ઉચ્ચસ્તરિય સુવિધાથી સજ્જ હોય છે. જેનું ઇન્ટિરિયલ ખૂબ જ આકર્ષક હોય છે. વિસ્ટાડોમ કોચમાં ગ્લાસની મોટી વિન્ડો સાથે કોચમાં સાઇડ અને કોચની છત ગ્લાસની જ હોય છે. જેથી પ્રવાસી બહારના કુદરતી નજારાનો પ્રવાસ સાથે આનંદ લઇ શકે. વિસ્ટાડોમ કોચમાં વાઇફાઇ, સાઉન્ડ સિસ્ટમ, મીની પેન્ટ્રી, કોફી મશીન, માઇક્રોવેવ સહિતની સુવિધા હોય છે.
જનશતાબ્દિ એક્સપ્રેસ ટ્રેન અત્યાધુનિક સુવિધાની સજ્જ છે. પ્રવાસી ટ્રેનમાં પ્રવાસ કરતા કરતા કુદરતી દ્રશ્યોનો નજારો પણ માણી શકશો. આ સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી ટ્રેન કેવડિયા જશે. તો હવે અમદાવાદથી કેવડિયા જવા માટે બસ, વોલ્વો બસ, સી પ્લેન અને અત્યાધુનિક ટ્રેનની સુવિધા પણ મળશે. આ પ્રકારે પરિવહન માટેની તમામ માધ્યમથી સગવડો અમદાવાદીઓને મળશે. આ ઉપરાંત અહીં આવતા પ્રવાસીઓ પણ અમદાવાદથી જ કેવડિયા જવા માટે રવાના થશે. પ્રશાસન દ્રારા ધીરે ધીરે કેવડિયાની કનેક્ટિવિટી વધારવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે.