Waqf Bill in Rajya Sabha Live: વકફ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં રિજિજૂએ કહ્યુ- 'આ બિલ કોઇ ધર્મની વિરુદ્ધ નથી'
Waqf Bill in Rajya Sabha Live: લોકસભામાં આ બિલ પર 12 કલાકની ચર્ચા થઈ ત્યારબાદ તેના સમર્થનમાં 288 મત અને વિરોધમાં 232 મતો સાથે પસાર કરવામાં આવ્યું હતું
gujarati.abplive.com Last Updated: 03 Apr 2025 02:48 PM
બ્રેકગ્રાઉન્ડ
Waqf Amendment Bill in Rajya Sabha Live: વકફ (સંશોધન બિલ, 2025 ટૂંક સમયમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. એક દિવસ પહેલા જ તે લોકસભામાં બહુમતીથી પસાર થયું હતું. બુધવાર, 2 એપ્રિલના...More
Waqf Amendment Bill in Rajya Sabha Live: વકફ (સંશોધન બિલ, 2025 ટૂંક સમયમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. એક દિવસ પહેલા જ તે લોકસભામાં બહુમતીથી પસાર થયું હતું. બુધવાર, 2 એપ્રિલના રોજ, લોકસભામાં આ બિલ પર 12 કલાકની ચર્ચા થઈ ત્યારબાદ તેના સમર્થનમાં 288 મત અને વિરોધમાં 232 મતો સાથે પસાર કરવામાં આવ્યું હતું. આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બપોરે 1 વાગ્યે રાજ્યસભામાં આ બિલ પર ભાષણ આપશે.આ બિલનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના વહીવટમાં સુધારો કરવાનો, તેમનું તકનીકી રીતે સંચાલન કરવાનો, જટિલતાઓને દૂર કરવાનો અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. લોકસભામાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આ બિલ વિશે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ બિલ મુસ્લિમોના ધાર્મિક મામલાઓમાં દખલ કરતું નથી. તેમણે કહ્યું હતું કે, 'વક્ફ બિલને મુસ્લિમોના ધાર્મિક બાબતો અને તેમના દ્વારા દાનમાં આપવામાં આવેલી મિલકતોમાં દખલગીરી માનવું એ વોટ બેન્કના રાજકારણ માટે ભય ફેલાવવાનો પ્રયાસ છે.'
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
1995માં ભાજપ વકફ બિલને સમર્થન આપી રહ્યું હતું - કોંગ્રેસના સાંસદ સૈયદ નાસીર હુસૈન
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું કે 1995માં તત્કાલીન વક્ફ બિલને ભારતીય જનતા પાર્ટીએ પણ સમર્થન આપ્યું હતું. જો આ કોઈ ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે હતું તો પછી તમે તેને કેમ ટેકો આપ્યો? ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે 2014 થી 2024 સુધી પણ તેઓ સમજી શક્યા નહીં કે આ એક કઠોર કાયદો છે?
મને 2024માં યાદ આવ્યું કારણ કે 400નો નારા આપ્યા પછી તેઓ 240 સુધી પહોંચી શક્યા હતા. તેઓ સમજી શકતા નથી કે તેમની વોટ બેન્ક કેવી રીતે વધારવી. તમે જે રાજ્યોમાં શાસન કરો છો ત્યાં વકફ બોર્ડ ચલાવતા નથી. તમે હંમેશા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.