Mumbai building collapse: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બિલ્ડિંગ અકસ્માતમાં ફસાયેલા બંને લોકોના મોત થયા છે. તેમના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમને આ રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ 21 કલાકનો સમય લાગ્યો હતો ત્યારબાદ એક મહિલા અને એક પુરુષના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
મુંબઈમાં બિલ્ડિંગ ધરાશાયી
ઘાટકોપરના ચિત્તરંજન નગરમાં રવિવારે સવારે લગભગ 9 વાગ્યે ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. તેમાં એક મહિલા અને એક પુરુષ દટાયા હતા. લગભગ 21 કલાક બાદ બંનેને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે બદનસીબે બંનેના મોત થયા છે.
મુંબઈમાં શનિવારથી વરસાદ ચાલુ
શનિવારથી મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘાટકોપરમાં રાજાવાડી કોલોનીના ચિત્તરંજન નગરમાં સવારે લગભગ 9.30 વાગ્યે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મુંબઈમાં ચોમાસાની ગતિવિધિઓ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગો સહિત મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાતના કેટલાક ભાગો, રાજસ્થાન અને હરિયાણા, ઉત્તરાખંડના બાકીના ભાગો અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો તેમજ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં આગળ વધુ રહ્યું છે.