imd weather forecast: દેશમાં ચોમાસું અત્યારે ભયજનક સ્વરૂપ લઈ ચૂક્યું છે અને આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ (IMD) દ્વારા વધુ એક ચેતવણી જાહેર કરવામાં આવી છે, જે લોકોની ચિંતા વધારી શકે છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 21 જુલાઈના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 16 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને ભારે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 80 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પહાડી વિસ્તારોથી લઈને પૂર્વીય રાજ્યોમાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જોરદાર વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થવાની અને કેટલાક રાજ્યોમાં મોટા કરા પડવાની પણ ચેતવણી અપાઈ છે. જો તમે ક્યાંય બહાર જવાનો કે મુસાફરીનો પ્લાન કરી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા હવામાનની આ અપડેટ એકવાર જરૂર વાંચી લેજો. આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસું અત્યંત સક્રિય રહેશે. હાલમાં દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઉત્તર ઝારખંડ અને બિહારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) સર્જાયું છે, જ્યારે ત્રિપુરામાં લો-પ્રેશર સિસ્ટમ બની છે.
આવતીકાલે 21 જુલાઈના રોજ જે 16 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં સરેરાશ 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચાલો જાણીએ રાજ્યવાર હવામાનની વિગતવાર માહિતી અને તાપમાનનો અંદાજ...
દિલ્હી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે 21 જુલાઈએ દિલ્હીમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરાઈ છે, જ્યાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જ્યારે યુપીમાં અલીગઢ, ફિરોઝાબાદ, મથુરા, આગ્રા, મહામાયાનગર, મૈનપુરી, એટા, કાનપુર, કન્નૌજ, કાનપુર દેહાત, ઝાંસી, લલિતપુર, બાંદા, પ્રયાગરાજ, અયોધ્યા, વારાણસી, ગોરખપુર અને દેવરિયામાં 70 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. લખનૌમાં 21 જુલાઈએ તાપમાન 27 થી 30 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
બિહાર અને ઝારખંડમાં મેઘમહેર
બિહારમાં 21 અને 22 જુલાઈએ પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સિવાન, સારણ, રોહતાસ, ગયા, ગોપાલગંજ, ભોજપુર, કૈમુર, નવાદા, નાલંદા, પૂર્ણિયા, કટિહાર, બેગુસરાય અને કિશનગંજ સહિતના વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે. પટનામાં 27 થી 31 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. તો બીજી તરફ, ઝારખંડના રાંચી, ગુમલા, પશ્ચિમ અને પૂર્વ સિંઘભૂમ, સિમડેગા, ખુંટી, ધનબાદ, જમશેદપુર, દેવઘર, ગિરિડીહ, રામગઢ, લોહરદગા અને બોકારોમાં 40 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે મુશળધાર વરસાદની આગાહી છે. રાંચીમાં તાપમાન 23 થી 26 ડિગ્રી વચ્ચે રહેશે.
પહાડી રાજ્યો (ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર)
ઉત્તરાખંડમાં 21 અને 22 જુલાઈએ હરિદ્વાર, ઋષિકેશ, દેહરાદૂન, નૈનિતાલ, ચમોલી, ટિહરી ગઢવાલ, પિથોરાગઢ, અલ્મોરા, રુદ્રપ્રયાગ અને બાગેશ્વરમાં 60 થી 70 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે. દેહરાદૂનમાં તાપમાન 24 થી 26 ડિગ્રી રહેશે. હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કુલ્લુ, કાંગડા, બિલાસપુર, ઉના, કિન્નૌર, સોલન અને હમીરપુરમાં 60 થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે. મનાલીનું તાપમાન ઘટીને 11 થી 13 ડિગ્રી થઈ જશે. જ્યારે જમ્મુ અને કાશ્મીરના પૂંચ, રાજૌરી, ઉધમપુર, ગંડબલ, જમ્મુ, કુલગામ, કઠુઆ, ડોડા, કિશ્તવાડ, અનંતનાગ અને કુપવાડામાં ભારે વરસાદ અને તોફાનનું એલર્ટ છે. શ્રીનગરમાં તાપમાન 19 થી 21 ડિગ્રી રહેશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
પશ્ચિમ બંગાળ અને પંજાબ
કોલકાતા, હાવડા, માલદા, બાંકુરા, મુર્શિદાબાદ, કાલિમપોંગ, બીરભૂમ, નાદિયા, જલપાઈગુડી, હુગલી અને દુર્ગાપુર સહિત પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં 70 થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને મધ્યમથી ભારે વરસાદ પડશે. 21 જુલાઈએ કોલકાતામાં તાપમાન 29 થી 36 ડિગ્રી રહેશે. પંજાબના ભટિંડા, માનસા, ફરીદકોટ, મુક્તસર, લુધિયાણા, અમૃતસર, પઠાણકોટ, સંગરુર, બર્નાલા, હોશિયારપુર અને ગુરદાસપુર માટે 65 થી 70 કિમીની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી અપાઈ છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશનો માહોલ
રાજસ્થાનના અલવર, ઝુનઝુનુ, ટોંક, અજમેર, ચિત્તોડગઢ, જોધપુર, જેસલમેર, બાડમેર, ભરતપુર, સીકર, પ્રતાપગઢ, ભીલવાડા, પાલી અને બુંદીમાં 55 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની આગાહી છે. જયપુરમાં તાપમાન 26 થી 27 ડિગ્રી રહેશે. મધ્યપ્રદેશના મંડલા, વિદિશા, છિંદવાડા, હોશંગાબાદ, સિઓની, દેવાસ, બેતુલ, હરદા, ધાર, બાલાઘાટ, ગુના, નીમુચ, ઉજ્જૈન, ઉમરિયા અને જબલપુરમાં પણ 60 થી 65 કિમીની ઝડપે વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ભોપાલનું તાપમાન 24 થી 26 ડિગ્રી નોંધાઈ શકે છે.
ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશાની લેટેસ્ટ અપડેટ
ગુજરાત માટે પણ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 21 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને દાદરા નગર હવેલીમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે છત્તીસગઢના રાયપુર, ધમતારી, કોરબા, ગારિયાબંધ, સૂરજપુર, બિલાસપુર, બેમેતારા, જાંજગીર, મહાસમુંદ, દુર્ગ, રાયગઢ અને કોરિયામાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત ઓડિશાના ભુવનેશ્વર, પુરી, બાલનગીર, નૌપદા, સુંદરગઢ, મયુરભંજ, કેઓંઝર અને સંબલપુરમાં પણ 60 કિમીની ઝડપે વાવાઝોડા સાથે ભારે મેઘમહેર થવાની શક્યતા છે.
