Weather Updates Live: પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, જાણો ગુજરાત સહિતના રાજ્યોમાં આજે કેવું રહેશે હવામાન
Weather Forecast Today:. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. ઉત્તર ભારતમાં ફરી એકવાર બરફીલા પવન ફૂંકાવા લાગ્યા છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઇ આગાહી કરી છે. જે મુજબ આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નહીં થાય. સૌરાષ્ટ્રમાં તાપમાનમાં 1 ડિગ્રી વધી શકે છે, ત્રણ દિવસ બાદ સમગ્ર રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થશે.
24 કલાક દરમિયાન ક્યાંક ઠંડીનો અનુભવ થઇ શકે છે.
જૂનાગઢમાં ભારે પવન શરૂ થતાં ગિરનાર પર્વત પર રોપ વે સેવા બંધ કરાઈ છે. હાલ જૂનાગઢ પંથકમાં ઠંડી સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. રોપ વે સેવા બંધ હોવાથી યાત્રિકો સીડી માર્ગે જગદંબાના શરણે જઈ રહ્યા છે.
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જિલ્લામાં ઠંડા પવનો સાથે ગાઢ વાદળછાયું વાતાવરણ હોવાથી ખેડૂતોના વાવેતર કરેલા પાકમાં રોગ ચાળાની ભીતિ ઉભી થઈ છે. કમોસમી વરસાદ થાય તો પણ ખેડૂતોના વાવેતરને નુકસાન થાય તેમ હોવાથી ખેડૂત ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરુ થશે. 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા, વરસાદ, કોલ્ડ વેવ અને ધુ્મ્મસભર્યા વાતાવરણથી લોકોના જનજીવન પર ભારે અસર થઈ છે.. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ છે..જમ્મુ-કાશ્મીરમાં સમગ્ર કાશ્મીર ખીણ બરફથી છવાઈ ગઈ છે....ત્રણ-ત્રણ ફૂટ બરફ રસ્તા પર જોવા મળી રહ્યો છે...જમ્મુમાં પણ આવી જ સ્થિતિ છે...જમ્મુ-કાશ્મીર હાઇવે ભારે હિમવર્ષાના લીધે અને પર્વતો પરથી પથ્થરો પડવાના લીધે બંધ કરી દેવો પડયો....તો ઉત્તરાખંડાના ચમોલી જિલ્લામાં હિમપ્રપાત થયો...તો નૈનિતાલ અને શિમલા જેવા પર્વતીય વિસ્તારો પણ બરફવર્ષા સતત થઈ રહી છે.. હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે....હિમાચલમાં કિન્નોર જિલ્લાના ટિંકુ નાળામાં હિમખંડ પડતા નેશનલ હાઇવે પાંચ પર વાહનવ્યવહાર રોકાઈ ગયો....સોમવાર સાંજ સુધી ત્રણ નેશનલ હાઇવે અને ૪૯૬ રસ્તાઓ અને ૯૦૮ વીજ ટ્રાન્સફોર્મર જામ રહ્યો...તો આ તરફ દિલ્લી સહિતના મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી...અને તેની સાથે વરસાદ પણ પડી રહ્યો છે..
હિમાચલ પ્રદેશમાં ગઈ કાલે તાજી હિમવર્ષા પછી શિમલા જિલ્લાનું માંઢોલ ગામ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું જોવા મળી રહ્યું છે. આ તસવીર એએનઆઈએ પોસ્ટ કરી છે.
દિલ્હી શહેરમાં ધુમ્મસને કારણે દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર લો વિઝિબિલિટી છે. દિલ્હી એરપોર્ટનું કહેવું છે કે તમામ ફ્લાઇટ ઓપરેશન હાલમાં સામાન્ય છે.
રવિવારે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ બાદ હવામાન વિભાગે સોમવારે કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના નિર્દેશક શિમલા સુરેન્દ્ર પૌલનું કહેવું છે કે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદની અસર આજે (31 જાન્યુઆરી) રહેશે પરંતુ આવતીકાલથી હવામાનમાં સુધારો થશે અને આગામી 4-5 દિવસ સુધી હવામાન સારું રહેશે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની પણ સંભાવના છે.
બ્રેકગ્રાઉન્ડ
Weather Updates 31st January, 2023: ફરી એકવાર હવામાન ઝડપથી બદલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બંગાળની ખાડીમાં ખરાબ હવામાનની અસર હવે દરેક જગ્યાએ જોવા મળી રહી છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. ઉત્તર ભારતમાં ફરી એકવાર બરફીલા પવન ફૂંકાવા લાગ્યા છે. રાજધાની દિલ્હી (દિલ્હી વેધર)ની વાત કરીએ તો અહીં ફરી ધુમ્મસના કારણે લોકોનું ટેન્શન વધી ગયું છે. દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, તમામ ફ્લાઈટ્સ સામાન્ય રીતે ચાલી રહી છે.
રાજસ્થાનમાં કરા પડ્યા
બીજી તરફ રાજસ્થાનના રાજસમંદમાં કરા પડતાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. પહાડી રાજ્યોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ડોડામાં ભારે હિમવર્ષા બાદ ચારે તરફ બરફનું જાડું થર જમા થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -