નવી દિલ્હીઃ દેશમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું છે, ક્યાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે તો ક્યાંક ધરતી કોરી ધાકોર છે. હવે વરસાદને લઇને હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આજે દેશમાં કેટલીક જગ્યાએ ભારે, ધોધમાર, મધ્યમ અને સામાન્ય વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગ અનુસાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કીમ, આસામ, મેઘાલ, અરુણાચલ પ્રદેશ, બિહારમાં સામાન્ય વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ગિલગિત બાલિસ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને લક્ષદ્વીપમાં પણ સામાન્ય વરસાદથી મધ્યમ વરસાદ તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પડી શકે છે.

દિલ્હી, દક્ષિણ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, મરાઠાવાડા, વિદર્ભ અને તેલંગાણાના ઉત્તરીય ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે, તેમજ કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ પડવાની પણ આગાહી છે. તટીય આંધ્રપ્રદેશ, કેરાલા, કર્ણાટકા, તામિલનાડુના કેટલાક ભાગોમાં, રાજસ્થાનના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે.



શેષ પૂર્વોત્તર ભારત, ઝારખંડ તથા અંડમાન નિકોબાર ટાપુઓ પર સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. કોંકણ ગોવા અને ગુજરાતમાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે ભારે વરસાદ પડવાથી કેટલાક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઇ ગયુ હતુ. આજે પણ દિલ્હીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.