Weather LIVE: ફરી એકવાર વરસાદની વકી, ગુજરાતથી લઇને દિલ્હી સુધી આ દિવસે પડશે વરસાદ, જાણો દેશભરનું હવામાન અપડેટ

Weather Forecast India: દેશભરમાં ફરી એકવાર વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી રહી છે, દિલ્હીથી લઇને ગુજરાત અને બંગાળથી લઇને તેલંગાણા સુધી વરસાદ વરસી શકે છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Apr 2023 02:14 PM

બ્રેકગ્રાઉન્ડ

Weather Forecast India: દેશભરમાં ફરી એકવાર વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી રહી છે, દિલ્હીથી લઇને ગુજરાત અને બંગાળથી લઇને તેલંગાણા સુધી વરસાદ વરસી શકે છે. ...More

જાણો ક્યાં જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ

હવામાન વિભાગના મતે કચ્છ,  બનાસકાંઠા અને સાબરકાંઠામાં 5 અને 6 એપ્રિલે કમોસમી વરસાદ વરસશી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, કમોસમી વરસાદ પહેલાં ગરમીનો તાપમાનનો  પારો   તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઉંચે જઇ શકે છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર રહેશે.તો આજે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું.. આ બંને શહેરોમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં અને ભૂજમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું