Weather In India: ભારતભરમાં અત્યારે ચોમાસાનો મોહોલ જામ્યો છે, ગુજરાતથી લઇને હિમાચલ પ્રદેશ સુધી વરસાદી આફતો વચ્ચે લોકોના જીવ અધ્ધર થઇ રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે હવે વધુ એકવાર ભારે વરસાદની આગાહી સામે આવી છે. આ દિવસોમાં દેશમાં સાવનનો મહિનો ચાલી રહ્યો છે અને વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ વિવિધ રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદની એલર્ટ જાહેર કર્યુ છે. ચોમાસાના કારણે દેશના પહાડી રાજ્યોથી માંડીને મેદાની રાજ્યો સુધી તમામ નદીઓ અને નાળાઓ ઉભરાયા છે. જેના કારણે કેટલાય રાજ્યોમાં પૂરનો ખતરો છે. લોકોને જાનમાલના નુકસાનથી બચાવવા માટે સરકારે સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખી છે. આ ક્રમમાં અમે આજે દેશના હવામાનની સ્થિતિ વિશે માહિતી આપીશું.


દિલ્હીમાં કેવું રહશે હવામાન ?
IMD એ ગુરુવારે (27 જુલાઈ) દિલ્હીમાં મધ્યમ વરસાદ માટે આજે માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચથી છ દિવસમાં વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ અને વાદળોના કારણે વાતાવરણ ખુશનુમા રહેશે અને તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


હિમાચલ પ્રદેશમાં શું રહેશે હવામાનની સ્થિતિ ?
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના નવ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે મુજબ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યમથી ભારે વરસાદને કારણે વાદળ ફાટવાને કારણે કેટલાય જિલ્લાઓમાં પૂરનો ભોગ બનેલા હિમાચલ પ્રદેશની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જે 9 જિલ્લાઓ માટે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, તેમાં સોલન, મંડી અને શિમલા જેવા આર્થિક અને પ્રવાસન મહત્વ ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે.


મુંબઇમાં કેવું રહેશે હવામાન ?
હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ, પડોશી થાણે અને રાયગઢ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને થાણે જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટની જાહેર કર્યુ છે. આજે માટે રત્નાગીરી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જ્યારે થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. 


મેદાની વિસ્તારોમાં પુરનો ખતરો - 
પહાડોમાં વરસાદને કારણે દેશભરની તમામ નદીઓ છલકાઇ ગઇ છે. દિલ્હીમાં યમુના નદી ખતરાની નિશાનથી ઉપર વહી રહી છે. ગાઝિયાબાદમાં પણ હિંડોન નદીનું જળસ્તર વધ્યું છે, જ્યારે યુપીમાં ગંગાના પ્રવાહમાં પણ વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે મોસમી નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે.


સ્કાયમેટ વેધર અનુસાર, આજે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, બિહારના ભાગો અને ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર મધ્ય પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. 29 જુલાઇએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે. તો  28થી 30 જુલાઇ  દરમિયાન પૂર્વીય ઉત્તર પ્રદેશમાં અને  28મી જુલાઈ દરમિયાન રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 28મીએ પશ્ચિમ રાજસ્થાનમાં અને 27મીએ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે.  29  જુલાઈ દરમિયાન પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. 27મી જુલાઈએ વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની પણ શક્યતા છે. 28મી જુલાઈ દરમિયાન છત્તીસગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા છે. હાલ ઉત્તર રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, લક્ષદ્વીપ અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી રહ્યો છે.