Weather Update India: રવિવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે. જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વિસ્તારોમાં વરસાદનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. તાપમાનને લઈને મહત્વની માહિતી પણ સામે આવી છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા 3થી 6 ડિગ્રી વધી શકે છે.


ઉત્તર ભારતના હવામાનમાં આવશે પલટો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય


હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ વધારો જોવા મળશે નહી. જો કે તે પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. મહારાષ્ટ્રમાં પણ આગામી 2થી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.


ઉત્તર પૂર્વમાં હવામાન કેવું રહેશે?


પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ હવામાન બદલાશે. 26થી 28 જાન્યુઆરી સુધી આ રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે. બીજી તરફ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.


ઉત્તરાખંડમાં રવિવારે ફ્રેશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. જેના કારણે રાજ્યના ચાર જિલ્લામાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. કુમાઉના ઊંચા શિખરો પર પણ હળવી હિમવર્ષા થઈ છે. તો દૂન સહિત આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે.


દિલ્હી-NCRમાં ગરમી વધશે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 7 વાગ્યે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી હતું, જે સામાન્ય કરતાં 8 ડિગ્રી વધુ છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે. 20 ફેબ્રુઆરીએ 17 વર્ષનો રેકોર્ડ તોડતા મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજથી તેમાં ફરી વધારો થવાની સંભાવના છે.


આ પણ વાંચો:


Weather update: હવામાન વિભાગની આગાહી, તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધશે


Weather Update: રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે આજે સૌથી વધુ ગરમી ઉત્તર ગુજરાતમાં નોંધાશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે જેને લઈને ગરમી વર્તાશે. જોકે આજે ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે જ્યારે અમદાવાદ 35 ડિગ્રી તાપમાન રહી શકે છે. અત્યારે રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ શિયાળો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળશે.  24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. 2થી 3 ડીગ્રી તાપમાન  વધી જશે. જેના કારણે ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 27 ફેબ્રુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 27 ફેબ્રુઆરીના ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે.