નવી દિલ્લી: હવામાન વિભાગે  પૂર્વાત્તર ભારત અને અંદમાન નિકોબાર દ્વૂીપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેરળ, સમુદ્રી વિસ્તાર કર્ણાટક, કોંકણ અને ગોવા, પૂર્વી અને દક્ષિણ મધ્ય પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુના કેટલાક વિસ્તારમાં તેલંગાનામાં હળવાથી મધ્યમ વરસાદના સંકેત આપ્યાં છે. 


હવામાન વિભાગે ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હળવા તથા મધ્યમ વરસાદની આગાહી કરી છે. પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ છૂટછવાયો વરસાદની આગાહી કરે છે. 


મુંબઇમાં આગામી એક સપ્તાહ વરસાદની આગાહી
હવામાન વિભાગે મુંબઇ સહિત રાજ્યના અન્ય વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોઇ દુર્ઘટનાની સ્થિતિને નિવારવા માટે પ્રશાસનને એલર્ટ રહેવાના આદેશ આપ્યાં છે. 
મુંબઇના ક્ષેત્રીય હવામાન વિભાગ કેન્દ્ર ( આરએમસી)એ ટવીટ કરીને જણાવ્યું કે, "મહારાષ્ટ્રમાં આવનાર પાંચ દિવસમાં હવામાન બગડવાના સંકેત અપાયા છે અને મધ્યના ઘાટના વિસ્તારમાં 10 જૂનથી ભારે વરસાદની આગાહી છે” 


ગુજરાતમાં વરસાદની આગાહી


હવામાન વિભાગ અનુસાર બંગાળી ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જુનના રોજ લો પ્રેશર સર્જાશે. 10 જુનથી અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન વધુ તે ગતિએ ફુંકાશે. આ સ્થિતિને પગલે નૈઋત્યનું ચોમાસાનું રાજ્યના કેટલાક હિસ્સામાં 11થી 13 જુન વચ્ચે આગમન થઈ શકે છે. ગુજરાતમાં સામાન્ય રીતે 20 જુનની આસપાસ ચોમાસાનું આગમન થતુ હોય છે. જેના સ્થાને આ વખતે ચોમાસાનું વહેલુ આગમન થઈ શકે છે.


ગઈકાલે ગુજરાતનાં  45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણાના કડીમાં 2.7 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2.6 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.6 ઈંચ, સુરતના માંડવીમા 1.5 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.5 ઈંચ, ડાંગના વઘઈમાં 1 ઈંચ વરસાદ, મહેસાણાના કડીમાં 2.7 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 2.6 ઈંચ, અમરેલીના સાવરકુંડલામાં 1.6 ઈંચ, સુરતના માંડવીમા 1.5 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.5 ઈંચ અને ડાંગના વઘઈમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો.


ગઈકાલે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાતાવરણમાં અત્યારે આવ્યો પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ચીખલી અને આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદી છાંટા પડતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે.