નવી દિલ્લી: હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્લીવાસીઓને આવનાર દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળી શકે છે. હાલ દિલ્લીમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. દિલ્લીનું મહતમ તાપમાન 18 ડિગ્રી સેલ્યિસસ નોંધાયું છે.  જો કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા જોવાઇ રહી છે.


જમ્મુ કાશ્મીરમાં ભારે બરફ વર્ષા

હાલ જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષાં થઇ રહી છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જમ્મુ કાશ્મીરના રસ્તા પર બરફ જામી ગયો છે. બાંદીપુરના ગુરેજ વિસ્તારમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે. બરફ વર્ષાના કારણે ડલ તળાવ જામી ગયું છે. જેના કારણે પક્ષીઓ પણ પરેશાન છે.

બરફમાં ઢંકાઈ ગયું કેદારનાથ

ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાની મારના કારણે કેદરનાથ પર બરફ છવાઇ ગયો છે. અહીં રૂદ્રપ્રયાગમાં બરફવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા પર પર બરફ જામી ગયો હોવાથી જેસીબી મશીનથી બરફ હટાવવાની કામગીરી થઇ રહી છે. પવિત્ર કેદારધામ પણ બરફથી ઢંકાઇ ગયું છે.

રાજસ્થાનમાં મૂશળધાર વરસાદ

પહાડી વિસ્તારમાં થઇ રહેલી બરફવર્ષાના કારણે ઉત્તરભારતમાં ઠંડી વધી ગઇ છે. તો રાજસ્થાના સીકર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદમાં કરા પડવાથી શિયાળું પાકને નુકસાન થયું છે. ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉતરી મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારમાં ધુમ્મસભર્ચું વાતાવરણ રહેશે.