Weather Update In India: દેશભરમાં હવે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે, અને રાજધાની દિલ્હીમાં કોહરાના કારણે ઠંડીમાં જોરદાર વધારો નોંધાયો છે. સવારના સમયે દિલ્હીમાં ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઇ છે. વિઝિબિલિટી ઘટવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે, આઇએમડીએ દિલ્હીમાં અત્યારે યલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
હવામાન વિભાગે (IMD) જાણકારી આપતા જણાવ્યુ છે કે, આગામી 4 થી 5 દિવસો દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધૂમ્મસ છવાઇ શકે છે, અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આઇએમડી અનુસાર, 20 ડિસેમ્બર અને 21 ડિસેમ્બર દરમિયાન બિહાર અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં અલગ અલગ વિસ્તારોમાં ધૂમ્મસ અને ઠંડી વધવાની સંભાવના છે.
ધૂમ્મસ, લૉ વિઝિબિલિટી કારણે દિલ્હીમાં યલો એલર્ટ -
આજે દિલ્હીમાં સિઝનની પહેલી ધૂમ્મસ અને વિઝિબિલિટી લૉ જોવા મળી છે. સવાર કેટલાય વિસ્તારોમાં, રસ્તાંઓ, પાર્કો અને ઘરોની આસપાસ ધૂમ્મસ જોવા મળી હતી. ધૂમ્મસના કરાણે દિલ્હીમાં અત્યારે લગભગ 150-200 મીટર વિઝિબિલિટી નોંધાઇ છે. જોકે, દિવસ ઉગતાની સાથે જ આમાં વધારો જોવા મળી રહ્યો હતો.
હવામાન વિભાગ અનુસાર, આજે દિલ્હીનુ ન્યૂનત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ છે, ગાઢ ધૂમ્મસના કારણે પાલમ એરપોર્ટ પર સવારે 6 વાગ્યાની નજીક વિઝિબિલિટી 50 મીટર થઇ ગઇ હતી, આ કારણે હવામાન વિભાગે દિલ્હીમાં સવારે 5.30 થી 8.30 વાગ્યા સુધી યેલો એલર્ટ જાહેર કર્યુ હતુ.
IMD Rain Alert: આગામી 5 દિવસ ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી
IMD Rain Alert:તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તામિલનાડુમાં 8મી ડિસેમ્બરે ભારે વરસાદની સંભાવના છે અને તેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના એલર્ટ બાદ રાજ્યમાં NDRFની છ ટીમો તૈનાત કરવામાં આવી છે.
માહિતી અનુસાર, IMD એલર્ટને ધ્યાનમાં રાખીને NDRF અરક્કોનમની છ ટીમો નાગાપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર, કુડ્ડલોર, માયલાદુથુરાઈ અને ચેન્નાઈમાં તૈનાત કરવામાં આવી છે. આ ટીમોને પૂરની સ્થિતિનો સામનો કરવા માટે અગાઉથી તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.હવામાનશાસ્ત્રીઓના મતે તામિલનાડુ અને પુડુચેરીમાં 7 થી 9 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોના મતે તામિલનાડુ અને પુડુચેરીમાં 6 ડિસેમ્બરે હળવો વરસાદ પડી શકે છે. 7 ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 8મી ડિસેમ્બરે ગાજવીજ અને વાવાઝોડાની સાથે અહીં ભારે વરસાદની સંભાવના છે.