નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસની વચ્ચે દેશમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર જવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાન માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિભાગે આગાહી કરી છે કે કેટલાક ભાગોમાં તાપમાન 47.5 ડિગ્રી સુધી પહોંચી શકે છે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કાલે મેક્સિમમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ.
રાજસ્થાનના મોટા ભાગના સ્થાનો પર દિવસનુ તાપમાન 45 થી 47 ડિગ્રીની વચ્ચે રહ્યું, જ્યારે પંજાબ અને હરિયાણામાં પણ લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડ્યો હતો. હરિયાણાના નરનૌલમાં મેક્સિમ તાપમાન 45.8 ડિગ્રી ગરમ રહ્યું છે, વળી, ઉત્તરપ્રદેશામાં પ્રયાગરાજ 46.3 ડિગ્રી તાપમાનની સાથે સૌથી વધુ ગરમ રહ્યું.
હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં 29-30 મેએ ધૂળની ડમરીઓ અને આંધી આવશે અને સાથે સાથે ગરજ સાથે છાંટા પણ પડી શકે છે, જેના કારણે લૂના પ્રકોપથી રાહત મળી શકે છે.
દેશમાં ગરમીનો પ્રકોપ વધ્યો-રેડ એલર્ટ યથાવત, કેટલીક જગ્યાએ 47 ડિગ્રી સુધી પહોંચશે તાપમાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2020 10:28 AM (IST)
હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાન માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વિભાગે આગાહી કરી છે કે કેટલાક ભાગોમાં તાપમાન 47.5 ડિગ્રી સુધી પહોંચી શકે છે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કાલે મેક્સિમમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ
- - - - - - - - - Advertisement - - - - - - - - -