Weight Loss: વજન ઘટાડવું એ કોઇ સરળ કામ નથી. સ્થાયી રીતે વજન ઘટાડવા માટે પ્રેરણા,ધૈર્ય અને સમયની જરૂર પડે છે.


આજની આપની ભાગદોડ ભરી જિંદગી અને સતત લેપટોપ સામે બેસીને કલાકો સુધી કામ કરવાની દિનચર્યાના કારણે કેટલાક લોકો ઝડપથી વજન ઉતારવાના ચક્કરમાં સ્વાસ્થ્યને મોટું નુકસાન કરી બેસે છે.


યોગ્ય રીતે વજન ઓછું કરવાની ટિપ્સ શું છે. કેટલો સમય માં વર્કઆઉટ કરવું જોઇએ  અને તેની સાથે પોષણયુક્ત ડાયટનું બેલેસ્ડ કઇ રીતે રાખવું તે જાણવું જરૂરી છે. જો યોગ્ય રીતે વજન ઉતારવામાં આવે તો પછી તેને મેઇન્ટેઇન કરવું સરળ રહે છે.


આપ એક મહિનામાં કેટલું વજન ઓછું કરી શકો છો?


એક્સપર્ટના મત મુજબ આપ એક મહિનામાં 0.5 કિલો વજન ઓછું કરવું આઇડલ છે. આવું કરવા માટે નિયમિત એક્સરસાઇઝ અને સ્વસ્થ ભોજન સાથે ઓછી કેલેરીવાળો ખોરાક લેવો જરૂરી છે. કેટલાક લોકો હાઇ પ્રોટીન યુક્ત ખોરાક લે છે. તેનો કિડની પર પ્રભાવ પડે છે.


શું થાય છે જ્યારે આપ એક મહિનામાં આઇડિઅલ સ્થિતિથી વધુ વજન ઉતારો છો


જો આ એક મહિનામાં 5 કિલો કે તેનીથી વધુ વજન ઉતારો છો તો આપને વિકનેસનો અનુભવ થશે, વધુ થકાવટ અનુભવાશે, વોમિંટિગની પણ સમસ્યા થઇ શકે છે. જો આપને પણ આવો અનુભવ થતો હોય તો કોઇ પ્રોફેશનલ એકસ્પર્ટની સલાહ લો. જ્યારે આપ આઇડિઅલ અને સ્વસ્થ રીતે વજન ઓછું કરો છો તો તે ટકાઉ હોય છે અને આપ એર્જટિક ફીલ  કરો છો.


આ પણ વાંચો


પેટ્રોલ-ડીઝલની સાથે હવે શાકભાજીના ભાવમાં પણ ભડકો, કયા શાકભાજીએ મારી 'સદી'?


આજથી થઈ શકશે સિંહ દર્શન, ચાર મહિનાના વેકેશન બાદ નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ


CSK Won IPL 2021: ચેન્નઈએ ચોથી વખત જીત્યો આઈપીએલ ખિતાબ, જાણો ફાઈનલ મેચમાં ક્યા-ક્યા રેકોર્ડ બન્યા