નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશા વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બર પેટા ચૂંટણી યોજાશે. બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ ચૂંટણી પંચને સતત ચૂંટણી યોજવાની માંગ કરતી હતી.
શું કહ્યું ચૂંટણી પંચે
ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી કરવાનો ફેંસલો લીધો છે. આ તારીખે સમસેરગંજ, જંગીપુર અને ઓડિશાના પીપલીમાં પણ પેટા ચૂંટણી થશે. મત ગણતરી 3 ઓક્ટોબરે થશે.
કેમ મહત્વની છે પશ્ચિમ બંગાળની આ પેટા ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ પર રહેવા માટે વિધાનસભા ચૂંટણી જીતવી જરૂરી છે. બંગાળામાં વિધાનસભા પરિણામ મે મહિનામાં જાહેર થયા હતા. મમતાને બીજેપી ઉમેદવાદ શુભેંદુ અધિકારીએ હાર આપી હતી. ચૂંટણી પંચના નિયમ મુજબ જો કોઈ મુખ્યમંત્રી કોઈ વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ન હોય તો 6 મહિનાની અંદર કી પણ ગૃહમાં ચૂંટાવું જરૂરી છે.
ભવાનીપુર સીટથી ચૂંટણી લડશે મમતા ?
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે વિધાનસભા પેટા ચૂંટણીનો રસ્તો ખાલી કરતાં રાજ્યના સત્તાધારી પક્ષ તૃણમુલ કોંગ્રેસ નેતા શોભન દેવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભવાનીપુર વિધાનસભા સીટથી વિજેતા બન્યા હતા. ચેછી મમતા બેનર્જી અહીંથી ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે.