પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા બાબૂ માસ્ટરની ગાડી પર બોમ્બથી હુમલો, હોસ્પિટલમાં કરાયા દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Feb 2021 10:35 PM (IST)
ઈજાગ્રસ્ત હાલતમાં બાબુ માસ્ટરને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર, તેની હાલત સ્થિર છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હિંસાના થઈ છે. શનિવારે ભાજપના નેતા બાબુ માસ્ટરની ગાડી પર હુમલો થયો હતો. તેમની ગાડી પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના બાદ 10-12 અજાણ્યા લોકોએ ગાડીને ઘેરીને ગોળીબારી કરી હતી. બાબુ માસ્ટર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. તેઓ બશીરહાટથી કોલકાતા આવી રહ્યાં હતા. ઈજાગ્રસ્ત હાલતમાં બાબુ માસ્ટરને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર, તેની હાલત સ્થિર છે. બોમ્બ રિપ્લંટર્સને સફળતાપૂર્વક હટાવી દેવામાં આવ્યું છે.