WB By-election 2021 Result: ભબાનીપુરમાં CM મમતા બેનર્જીની મોટી જીત, BJP ઉમેદવારને 58 હજાર મતથી આપી હાર
પશ્વિમ બંગાળની ભબાનીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ભબાનીપુર સિવાય બે અન્ય બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઇ હતી જેમાં મુર્શિદાબાદ જિલ્લાની સમસેરગંજ અને જંગીપુર બેઠક સામેલ છે
પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભબાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58 હજાર 832 મતથી હરાવીને મોટી જીત હાંસલ કરી છે. મમતાની જીત બાદ ટીએમસીના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી હતી.
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે, 19 રાઉન્ડની મતગણતરી બાદ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી ભબાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલથી 57 હજાર મતથી આગળ છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જી ભબાનીપુર બેઠક પરથી 34 હજાર 970 મતોથી આગળ ચાલી રહ્યા છે. આ વચ્ચે ચૂંટણી પંચે પશ્વિમ બંગાળ સરકારને પત્ર લખીને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન અથવા ત્યારબાદ કોઇ જીતની ઉજવણી કરવામાં ના આવે. સાથે ચૂંટણી બાદ હિંસા ના થાય, ચૂંટણી પંચે આ સુનિશ્વિસ કરવા પગલા ભરવા પણ કહ્યું છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જી ભબાનીપુર બેઠક પરથી 34 હજાર 970 બેઠકોથી આગળ ચાલી રહ્યા છે. આ વચ્ચે ચૂંટણી પંચે પશ્વિમ બંગાળ સરકારને પત્ર લખીને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન અથવા ત્યારબાદ કોઇ જીતની ઉજવણી કરવામાં ના આવે. સાથે ચૂંટણી બાદ હિંસા ના થાય, ચૂંટણી પંચે આ સુનિશ્વિસ કરવા પગલા ભરવા પણ કહ્યું છે.
ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર ભબાનીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલથી 12,435 મતોથી આગળ છે.
ટીએમસીના સમર્થકોએ કોલકત્તામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઘર બહાર ઉજવણી શરૂ કરી દીધી છે. મમતા ભબાનીપુર વિધાનસભા પેટાચૂંટણીની બીજા તબક્કાની મતગણતરીમાં 3680 મતથી આગળ ચાલી રહ્યા છે.
ભબાનીપુરમાં બીજા રાઉન્ડ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિરબેવાલથી 3680 મતથી આગળ ચાલી રહ્યા છે. મમતા બેનર્જી આગળ રહેતા ટીએમસીના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દીધી છે.
મુર્શિદાબાદ જિલ્લાની જંગીપુર અને સમસેરગંજમાં એક ઉમેદવારના મોત બાદ મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. ભબાનીપુરમાં 57 ટકાથી વધુ મતદાન થયું હતું. સમસેરગંજ અને જંગીપુરમાં ક્રમશ 79.92 ટકા અને 77.63 ટકા મતદાન થયું છે.
ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં આઠ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને 21 તબક્કાના મતદાન બાદ પરિણામો જાહેર કરવામાં આવશે. ત્રણેય બેઠકોમાં મતગણતરી કેન્દ્રોના 200 મીટરના ક્ષેત્રમાં કલમ 144 લાગુ છે.
ભબાનીપુરમાં બીજા રાઉન્ડ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી 2800 મતોથી આગળ છે.મુર્શિદાબાદની જંગીપુર બેઠક પણ મતગણતરી ચાલી રહી છે. કાઉન્ટિંગ કેન્દ્રો બહાર ભારે સુરક્ષા દળ તૈનાત છે.
આ બેઠક પર મમતા 2011 અને 2016માં ધારાસભ્ચ બની ગઇ હતી 2021 વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને 57.17 ટકા જ્યારે ભાજપના ઉમેદવારને 35.16 ટકા મત મળ્યા હતા. ભબાનીપુર પરથી ચૂંટાયેલા ટીએમસીના ધારાસભ્ય સોવનદેવ ચેટર્જીએ મમતા માટે બેઠક ખાલી કરી હતી.
બ્રેકગ્રાઉન્ડ
કોલકત્તાઃ પશ્વિમ બંગાળની ભબાનીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પશ્વિમ બંગાળમાં ભબાનીપુર સિવાય બે અન્ય બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઇ હતી જેમાં મુર્શિદાબાદ જિલ્લાની સમસેરગંજ અને જંગીપુર બેઠક સામેલ છે. ભબાનીપુર બેઠક પર પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે. આ બેઠકને ટીએમસી માટે સુરક્ષિત માનવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -