West Bengal Election Results:  ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ વખતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ રીતે જીત મેળવતી દેખાય છે. સવારે 10 વાગ્યા સુધીમાં ભાજપ બહુમતીનો આંકડો પાર કરી ચૂકી હતી. ભાજપ 149 બેઠકો પર આગળ છે, જ્યારે 293 વિધાનસભા બેઠકો ધરાવતા પશ્ચિમ બંગાળમાં બહુમતીનો આંકડો 148 છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ 92 બેઠકો પર આગળ છે.

Continues below advertisement

બંગાળની 293 વિધાનસભા બેઠકો માટે મતદાન 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાયું હતું અને 2 મેના રોજ, કેટલાક મતવિસ્તારોમાં ગેરરીતિઓની ફરિયાદોને પગલે દક્ષિણ 24 પરગનાના 15 મતદાન મથકો પર ફરીથી મતદાન કરવામાં આવ્યું હતું. આજે ફક્ત 293 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી કરવામાં આવી રહી છે, જ્યારે બાકીની એક બેઠક ફાલ્ટા પર પછીથી ફરીથી ચૂંટણી યોજાશે. ગંભીર ગેરરીતિઓ, EVM સાથે છેડછાડના આરોપો અને હિંસાની ફરિયાદોને કારણે ચૂંટણી પંચે અહીં મતદાન રદ કર્યું છે.

Continues below advertisement

આ પણ વાંચોઃ Tamil Nadu results 2026:  તમિલનાડુમાં મોટો ઉલટફેર, અભિનેતા વિજયની પાર્ટી સૌથી આગળ

તમિલનાડુમાં શરૂઆતના વલણોમાં TVK આગળ

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામા આવી રહ્યા છે. તમિલનાડુમાં શરૂઆતના વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે .તમિલનાડુમાં DMK 46+ , AIADMK+ 30 , અન્ય (TVK) 63 બેઠક પર આગળ છે. આસામમાં ભાજપ 68, કોંગ્રેસ 12 બેઠક પર આગળ, પ.બંગાળમાં ભાજપ 132, TMC 118 બેઠકો પર આગળ, પુડ્ડુચેરીમાં ભાજપ +  22, કોંગ્રેસ માત્ર 6 બેઠક પર આગળ, કેરળમાં યુડીએફને બહુમત તરફ આગળ વધી રહી છે. 

તમિલનાડુમાં અભિનેતા વિજયની આંધી જોવા મળી રહી છે. તમિલનાડુમાં વિજયની TVKને સતત લીડ મળી રહી છે. તમિલનાડુમાં DMK પાસેથી TVK સત્તા છીનવી શકે છે. પ્રથમ વખત ચૂંટણી લડતી વિજયની પાર્ટી સૌથી આગળ છે. તમિલનાડુમાં વિજયની TVK 63 બેઠક પર આગળ છે જ્યારે DMK+ 46, AIADMK+ 30 બેઠક પર આગળ છે. કોથાપુરથી મુખ્યમંત્રી સ્ટાલિન પણ પાછળ છે. સ્ટાલિનનો પુત્ર ઉદયનિધિ પાછળ છે.                                                                                                                        


Education Loan Information:

Calculate Education Loan EMI