કોલકાતાઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે ઘણા રાજ્યોમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ગઈકાલે છત્તીસગઢ સરકારે 6 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કર્યા બાદ આજે વધુ એક રાજ્યએ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમમણના વધતા મામલાને જોતા લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખુદ આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, સપ્તાહમાં બે દિવસનું લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. બકરી ઈદના અવસર પર લોકડાઉન નહીં લાગે.


20 જુલાઈએ પશ્ચિમ બંગાળ સરકારે સપ્તાહમાં બે દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. ઓગસ્ટની બીજી, પાંચમી, આઠમી, નવમી, 16મી, 17મી, 23મી, 24મી અને 31 તારીખે સંપૂર્ણ લોકડાઉન રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, પશ્ચિમ બંગાળમાં કોરોનાના 19,502 એક્ટિવ કેસ છે. જ્યારે 1411 લોકોના મોત થયા છે અને 39,917 દર્દી સાજા થઈ ગયા છે.