નવી દિલ્હીઃ અનેક લોકો ઘરના ઘરનું સપનું જોતા હોય છે. આવા લોકો માટે પીએમ આવાસ યોજના અંતર્ગત મળતી સબ્સિડી આશીર્વાદ રૂપ સાબિત થયા છે. પરંતુ જે લોકો પ્રથમ વખત જ ઘરનું ઘર ખરીદતા હોય તેમને જ આ લાભ મળે છે. એક નાની ભૂલ કરવાથી પણ ઘણા કેસમાં લોનમાં છૂટ નથી મળતી. જો તમે ઘરની લોક ચૂકવ્યા બાદ આ છૂટ લેવા ઈચ્છતા હો તો લાભ નહીં મળે.


જો તમારી પાસે પહેલાથી ઘર હોય પરંતુ તમારા નામે ન હોય તો નવા મકાનની ખરીદી પર પીએમ આવાસ યોજના અંતર્ગત લોનમાં સબ્સિડી મેળવી શકો છે. જો મકાન તમારા માતા-પિતાના નામ પર હોય અને તમારા લગ્ન થઈ ગયા હોય તો પણ નવા ઘરની ખરીદી પર છૂટ મેળવી શકો છે. આ સ્કીમ અંતર્ગત પરિવારની પરિભાષામાં પતિ-પત્ની અને અપરણિત બાળકોને સામેલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જો તમને પહેલાથી કોઈ સરકારી આવાસ યોજનાનો લાભ લીધો હોય તો છૂટને પાત્ર નહીં માનવામાં આવે. યોજનાનો કોઈ બીજી વખત લાભ ન લઈ શકે તે હેતુથી સરકારે લોન માટે અરજી કરવા દરમિયાન પરિવારના સભ્યોના આધાર નંબર ફરજિયાત કર્યા છે.

કેવી રીતે થશે છૂટની ગણતરીઃ ધારોકે તમે MIG-II સ્લેબમાં છો અને 60 લાખ રૂપિયાની કિંમતનું ઘર ખરીદ્યું ચે. આ માટે તમારે 20 ટકા એટલે કે 12 લાખ રૂપિયાનું ડાઉનપેમેન્ટ કર્યુ છે તો તમારી કુલ લોન 48 લાખ રૂપિયા થશે. તેમાંથી 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3 ટકા છૂટ મળશે. આ રીતે તમારે 36 લાખની લોન પર પૂરું વ્યાજ આપવું પડશે અને 12 લાખ રૂપિયામાં 3 ટકાની છૂટ મળશે.