જીસીસી બાયૉટેક ઇન્ડિયાના એમડી આર મજૂમદારે કહ્યું કે બે મહિનાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બાદ અમે આ કિટ તૈયાર કરી છે. આ આછી કિંમતવાળી કિટ છે. કેમકે આનો બનાવવા વપરાયેલી તમામ સામગ્રી અમે જ બનાવી છે. અમે એક કરોડ ટેસ્ટ કિટ બનાવી છે, અને સ્ટૉરમાં 40 લાખ કિટ છે. જો ભારત રોજના ત્રણ લાખ ટેસ્ટ કરવા ઇચ્છે તો અમે કોઇપણ સમસ્યા વિના સરકારનુ સમર્થન કરીશું.
ઉલ્લેખનીય છે કે ટેસ્ટિંગ કિટ કોરોના વાયરસ સામે લડવા માટે સૌથી મહત્વનુ હથિયાર છે. આઇસીએમઆર ટેસ્ટિંગને વધારવા સંબંધિત તમામ પ્રયાસો કરી રહી છે. વૈશ્વિક રીતે આ ટેસ્ટ કિટોની મોટી માંગ છે, અને દરેદ દેશ આને ખરીદવા માટે પુરેપુરી તાકાતનો ઉપયોગ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસને કેર શરૂ થઇ ગયો છે, છેલ્લા 24 કલાકમાં 97 લોકોના મોત થયા છે, અને 4213 નવા કેસો સામે આવ્યા છે. આ સાથે કોરોના સંક્રમિતોનો આંકડો 67152 પર પહોંચી ગયો છે.