Amit Shah in West Bengal: દેશમાં અત્યારે લોકસભા ચૂંટણી માટે જંગ જામ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભલે પાકિસ્તાનના પરમાણુ બૉમ્બથી ડરતા હોય, પરંતુ અમે PoK સાથે જ રહીશું. બંગાળના કાંથીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મા-માટી-માનુષના નારા સાથે સત્તામાં આવેલી મમતાએ આ નારાને મુલ્લા, મદરેસા અને માફિયામાં બદલી નાખ્યો છે.


લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે, "પાંચ તબક્કાનું મતદાન થયું છે. આ પાંચ તબક્કાની ચૂંટણીમાં ભાજપે 310 બેઠકો પાર કરી છે. મમતા દીદીના ઇન્ડિયા ગઠબંધનનો સફાયો થઈ ગયો છે. આ બંગાળમાં પણ 30 બેઠકો જતી રહી છે. નરેન્દ્ર મોદી." તેમણે કહ્યું, "જેમ જ બંગાળમાં બીજેપીને 30 સીટો મળશે, TMC વિખેરાઈ જશે અને મમતા દીદીની સરકારને વિદાય આપશે."


વૉટ બેન્કના કારણે પ્રાણ પ્રતિષ્ટામાં નથી આવી મમતા બેનર્જીઃ અમિત શાહ 
અમિત શાહે કહ્યું, "70 વર્ષથી કોંગ્રેસ અને ટીએમસી રામ મંદિરને અટકાવી રહી હતી. તમે મોદીજીને બીજી વખત વડાપ્રધાન બનાવ્યા, 5 વર્ષમાં તેઓ કેસ જીતી ગયા, ભૂમિપૂજન કર્યું અને 22 જાન્યુઆરીએ અભિષેક પણ કર્યો. " તેમણે કહ્યું, "મમતા દીદીને પણ પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રિત કરવામાં આવ્યુ હતુ, પરંતુ તેઓ પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા ગયા ના હતા. તેઓ એટલા માટે ગયા નથી કારણ કે તેઓ તેમની વૉટ બેંકથી ડરે છે. તેમની વૉટ બેંક ઘૂસણખોરો છે."


'પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો કર્યો સફાયો' 
મમતા બેનર્જી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, "મમતા દીદી CAAના અમલની વિરુદ્ધમાં એટલા માટે ઉભા હતા કારણ કે તેઓ તેમની વૉટ બેંકથી ડરતા હતા." તેમણે કહ્યું, "યુપીએના શાસન દરમિયાન પાકિસ્તાની ઘૂસણખોરો અમારા પર હુમલો કરતા હતા અને પછી ફરાર થઈ જતા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આતંકવાદી હુમલાનો જવાબ ઉરી જેવા ઓપરેશન અને એરસ્ટ્રાઈકથી આપ્યો છે. અમે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરી દીધા છે."