West Bengal Panchayat Election 2023 Live: બંગાળમાં પંચાયત ચૂંટણીના મતદાનની વચ્ચે હિંસા, કેટલાય જિલ્લામાં રાતથી અત્યાર સુધી 13 લોકોના મોત

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2023નું મતદાન શરૂ થઇ ગયું છે. પશ્ચિમ બંગાળ ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીઓ માટે શનિવારે (8 જુલાઈ) મતદાન યોજાઈ રહ્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Jul 2023 03:53 PM
હિંસા વચ્ચે શુભેન્દુ અધિકારીનો ગંભીર આરોપ

બંગાળમાં પંચાયત ચૂંટણીના મતદાનની વચ્ચે કેટલીય જગ્યાએથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. આ અંગે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીનું નિવેદન હવે સામે આવ્યું છે. તેઓ કહે છે કે પંચાયત ચૂંટણીમાં બંગાળ સળગી રહ્યું છે. ટીએમસીના ગુંડાઓએ બંગાળને આગમાં નાખી દીધું છે. કેન્દ્ર સરકારે બંગાળને બચાવવા માટે કેન્દ્રીય દળોને તૈનાત કરવા જોઈએ. મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બંગાળને લૂંટવાનું કામ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિ છે, અમે ટીએમસીના ગુંડાઓને તેનો નાશ કરવા નહીં દઈએ. તેઓએ આરોપ લગાવ્યો કે રાજ્ય ચૂંટણી કમિશનર રાજીવ સિન્હા ટીએમસીના કાર્યકરોની જેમ વર્તી રહ્યા છે.

ઉત્તરીય દિનાજપુરમાં TMC કાર્યકરની હત્યા 

પશ્ચિમ બંગાળમાં પંચાયત મતદાન દરમિયાન થયેલી હિંસામાં વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર દિનાજપુરના ચકુલિયામાં TMC કાર્યકરનું મોત થયું છે. ગઇરાતથી અત્યાર સુધીમાં રાજ્યમાં 13 રાજકીય કાર્યકરોના મોત થયા છે.

રાહુલ ગાંધી બંગાળ હિંસા પર કેમ બોલતા નથી - અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બંગાળમાં ચૂંટણીની જાહેરાત સાથે જ હિંસા શરૂ થાય છે. ટીએમસી અને મમતા બેનર્જી ચૂંટણી જીતવા માટે કોઈપણ લેવલ સુધી જાય છે. તેમને સવાલ કર્યો કે બંગાળમાં થયેલી હિંસા પર રાહુલ ગાંધી કેમ બોલતા નથી. શું મજબૂરી છે કે મમતા અને રાહુલ હાથ મિલાવે છે.

કૂચબિહારમાં વધુ એક રાજકીય કાર્યકરની હત્યા

પશ્ચિમ બંગાળમાં પંચાયત મતદાન દરમિયાન થયેલી હિંસામાં વધુ એકનું મોત થયું છે. કૂચબિહારના દિનહાટામાં ગોળી વાગવાથી બીજેપી કાર્યકરનું મોત થયું હતું. ગત રાતથી અત્યાર સુધીમાં રાજ્યમાં 12 રાજકીય કાર્યકરોના મોત થયા છે.

બપોરે 1 વાગ્યા સુધી 37 ટકા મતદાન

પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધી 37 ટકા મતદાન થયું છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ હિંસા ચાલુ છે.

ગઈરાતથી 10 રાજકીય હત્યાઓ 

પશ્ચિમ બંગાળમાં ગઇરાતથી 10 રાજકીય હત્યાઓ થઇ છે. ચૂંટણીની જાહેરાત બાદથી અત્યાર સુધીમાં કુલ 29 હત્યાઓ થઈ છે.


1. કૂચબિહારના તુફનગંજમાં મોડી રાત્રે ટીએમસી કાર્યકરની હત્યા, તુફનગંજ નંબર બે બ્લૉકની ઘટના, ગઈકાલે રાત્રે કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી.
2. કૂચ બિહારમાં જ બીજેપી કાર્યકર માધવ બિસ્વાસની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
3. મુર્શિદાબાદના બેલડાંગામાં TMC સમર્થકની હત્યા કરવામાં આવી હતી.
4. મુર્શિદાબાદના ખારગ્રામમાં TMC કાર્યકર સબીરુદ્દીનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સબીરુદ્દીન પર કોંગ્રેસ કાર્યકરની હત્યાનો પણ આરોપ છે.
5. મુર્શિદાબાદ- CPM કાર્યકર રેબિના બીબીને ગોળી વાગ્યા બાદ મુર્શિદાબાદ મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું પણ મોત થયું હતું.
6. મુર્શિદાબાદના લાલગોલામાં CPM કાર્યકરની હત્યા કરવામાં આવી.
7. માલદાના માણિક ચોકમાં તૃણમૂલ કાર્યકરની હત્યા કરવામાં આવી છે.
8. પૂર્વ બર્દવાનમાં TMC કાર્યકરનું મૃત્યુ થયું.
9. દક્ષિણ 24 પરગનાના બસંતીમાં બોમ્બ વિસ્ફોટમાં TMC કાર્યકરનું મૃત્યુ થયું
10. નદિયામાં TMC કાર્યકરની હત્યા.
11. મુર્શિદાબાદમાં કોંગ્રેસ કાર્યકરની હત્યા કરવામાં આવી. આ આરોપ TMC કાર્યકર્તાઓ પર લગાવવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં સવારે 11 વાગ્યા સુધી 22.60 ટકા મતદાન  

પશ્ચિમ બંગાળમાં સવારે 11 વાગ્યા સુધી 22.60 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં પંચાયતની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે.

સુધાંશુ ત્રિવેદીએ બંગાળ સરકાર પર હિંસાનો આરોપ લગાવ્યો છે

ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં હિંસા પર ટીએમસી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, બંગાળમાં પણ એવું જ કંઈક થઈ રહ્યું છે જે 90ના દાયકામાં બિહારમાં થયું હતું. અમારા કાર્યકરની હત્યા કરવામાં આવી રહી છે. બંગાળ સરકાર સીધી હિંસામાં સામેલ છે. ભાજપના કાર્યકરો મક્કમ છે. મને લાગે છે કે ચૂંટણી પંચ બંગાળ પર નજર રાખી રહ્યું છે.

બૂથ એજન્ટની હત્યા બાદ રસ્તા પર પ્રદર્શન

ઉત્તર 24 પરગણા જિલ્લાના પીરગાચા ખાતે અપક્ષ ઉમેદવારના બૂથ એજન્ટ અબ્દુલ્લાની હત્યા કરવામાં આવી હતી. ગ્રામજનોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને આરોપ લગાવ્યો કે હત્યા પાછળ ટીએમસી ઉમેદવાર મુન્ના બીબીના પતિનો હાથ છે. પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર છે.

સવારે 9 વાગ્યા સુધી 10.26 ટકા મતદાન 

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં સવારે 9 વાગ્યા સુધી 10.26 ટકા મતદાન થયું છે. રાજ્યમાં ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે.

ચૂંટણી પહેલા અથડામણમાં 7 રાજકીય કાર્યકરો માર્યા ગયા

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા અથડામણમાં વધુ 7 રાજકીય કાર્યકરોના મોત થયા છે. કૂચબિહારના તુફનગંજમાં મોડી રાત્રે ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. આ પછી કૂચ બિહારમાં જ બીજેપી કાર્યકર માધવ વિશ્વાસની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે, મુર્શિદાબાદના બેલડાંગામાં ટીએમસી સમર્થકની હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ મુર્શિદાબાદના ખારગ્રામમાં ટીએમસી કાર્યકર સબીરુદ્દીનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સબીરુદ્દીન પર કોંગ્રેસ કાર્યકરની હત્યાનો પણ આરોપ છે. ઉત્તર ચોવીસ પરગણામાં એક અપક્ષ ઉમેદવારના સમર્થકની હત્યા કરવામાં આવી હતી. સીપીએમ કાર્યકર રેબીના બીબીને ગોળી વાગ્યા બાદ મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું પણ મોત થયું હતું. ઉત્તર બંગાળના દિનહાટામાં કોંગ્રેસના એક સમર્થકને ગોળી મારી દેવામાં આવી હતી.


 

પશ્ચિમ બંગાળમાં બબાલના દ્રશ્યો આવ્યા સામે

મતદાન શરૂ, અનેક સ્થળોએ હિંસાની ઘટનાઓ





TMCએ કહ્યું- સંરક્ષકો નિષ્ફળ ગયા છે

પશ્ચિમ બંગાળના મંત્રી શશિ પંજાએ કહ્યું, "પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીની શરૂઆતની એક રાત પહેલા, આઘાતજનક અને દુઃખદ ઘટનાઓ સામે આવી છે. ભાજપ, સીપીઆઈએમ અને કોંગ્રેસે સાથે મળીને કેન્દ્રીય દળોની માંગ કરી હતી. ક્યાં છે તૈનાત ? કેન્દ્રીય દળો કેમ નિષ્ફળ રહ્યા છે ? નાગરિકોની સુરક્ષા માટે ? TMC કાર્યકરોની હત્યા કરવામાં આવી છે, બે ગોળી માર્યા છે. જેઓ જમાવટની માંગ કરી રહ્યા હતા તેઓ કહેતા હતા કે આ કેન્દ્રીય દળો શાંતિના રક્ષક છે - રક્ષકો નિષ્ફળ ગયા છે, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા છે.


 

ટીએમસી પર સીપીએમ બૂથ એજન્ટોને મારવાનો આરોપ 

TMC પર મુર્શિદાબાદ પોલીસ સ્ટેશન હેઠળના બરંડામાં એક બૂથની અંદર CPM એજન્ટોને મારવાનો આરોપ છે. મુર્શિદાબાદ પોલીસે મતદાન મથકમાંથી ત્રણ એજન્ટોને બચાવ્યા છે. હાલ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે હાજર છે.

TMC કાર્યકર્તાઓ પર હુમલાની ઘટનાઓ ઘટી 

ટીએમસીના નેતા કૃણાલ ઘોષે કોલકાતામાં કહ્યું કે, કોંગ્રેસ, ભાજપ, સીપીએમ અને આઈએસએફ બધા ટીએમસીને નિશાન બનાવી રહ્યા છે. ટીએમસીના કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે.

અનેક સ્થળોએ હિંસાની ઘટનાઓ ઘટી

મતદાનના એક દિવસ પહેલા, શુક્રવારે સવારે મુર્શિદાબાદ જિલ્લાના રાણીનગર બ્લૉકમાં સત્તાધારી ટીએમસી સાથે જોડાયેલા અજાણ્યા લોકો દ્વારા કોંગ્રેસના કાર્યકર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને જીવન ગુમાવ્યું હતું. રાજ્યપાલ સીવી આનંદ બોઝ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા તેના કલાકો પહેલા આ ઘટના બની હતી.

ગુરવારે પ્રચાર પડઘમ શાંત થયાં 

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે પ્રચાર પડઘમ ગુરુવાર (6 જુલાઈ) સાંજે સમાપ્ત થયા અને આજે ચૂંટણી યોજાઇ રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી સહિત ઘણા દિગ્ગજોએ ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. ચૂંટણી માટેનું જાહેરનામું ગયા મહિને 8મી જૂને બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી હિંસા દરમિયાન અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મુર્શિદાબાદમાં મતદાનની પૂર્વ સંધ્યાએ થયેલી હિંસામાં કોંગ્રેસના એક કાર્યકરનું મોત થયું હતું. આ રીતે રાજકીય હિંસાનો ભોગ બનેલા લોકોનો આંકડો 18 પર પહોંચી ગયો છે.

બ્રેકગ્રાઉન્ડ

West Bengal Panchayat Election 2023: પશ્ચિમ બંગાળ ચૂંટણી 2023નું મતદાન શરૂ થઇ ગયું છે. પશ્ચિમ બંગાળ ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીઓ માટે શનિવારે (8 જુલાઈ) મતદાન યોજાઈ રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા યોજાનારી બંગાળ પંચાયતની ચૂંટણીને રાજ્યમાં લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે. આ ચૂંટણીઓમાં, જિલ્લા પરિષદો, પંચાયત સમિતિઓ અને ગ્રામ પંચાયતોની લગભગ 74,000 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. પંચાયતની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરનાર મતદારોની સંખ્યા લગભગ 5.67 કરોડ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.