છેલ્લાં થોડાંક સમયથી બજારમાં અચાનક 'મેઈડ ઈન પીઆરસી' લેબલ લાગેલી પ્રોડક્ટ્સનું પ્રમાણ વધી ગયું છે. કપડાં, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ વગરેમાં 'મેઈડ ઈન પીઆરસી' જોવા મળે છે. તેના કારણે ઘણાં લોકો ભોળવાય છે પણ આ 'મેઈડ ઈન પીઆરસી' પરંતુ 'મેઈડ ઈન ચાઈના'નું સુધારેલું નામ છે. ચીનનું સત્તાવાર નામ 'પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના' છે. પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈનાનું ટૂંકું નામ પીઆરસી છે. ચીને આ કારણે હવે તેની બધી જ પ્રોડક્ટમાં 'મેડ ઈન પીઆરસી' લખવાનું શરૂ કર્યું છે. એટલે કે 'મેડ ઈન પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના'. અને એ પ્રોડક્ટ વાસ્તવમાં તો ચીનની જ છે.
'મેઈડ ઈન ચાઈના'ની સમગ્ર વિશ્વમાં નેગેટિવ ઈમેજ થઈ ગઈ છે. આ ઈમેજમાંથી છૂટકારો મેળવવા ચીને 'મેડ ઈન પીઆરસી' નામે રીબ્રાન્ડિંગ શરૂ કર્યું છે. ભારતના જ નહીં, પરંતુ વિશ્વભરના ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને ચીને પોતાની ચીજ-વસ્તુઓ વેચવા માટે આ ધંધો અપનાવ્યો છે.