પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું નિવેદન આપ્યું છે અને સ્પષ્ટ કહ્યું છે કે, હવે મારે મુખ્યમંત્રી નથી રહેવું, એનડીએ જેને ઇચ્છે તેને મુખ્યમંત્રી બનાવી દે. 27 ડિેસેમ્બર એટલે કે ગઈકાલેકાલે જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન નીતીષ કુમારે આ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, મને કોઈ ફેર નથી પડતો કે બિહારનો મુખ્યમંત્રી ભાજપનો જ હોય. મને કોઈ પદનો મોહ નથી. આ પદ ઉપર બન્યા રહેવા માટે મારી સહેજ પણ ઈચ્છા નહતી. નીતીશ કુમારના આ મોટા નિવેદને રાજનીતિમાં ભુકંપ લાવી દીધો છે.

નીતીશ કુમારે ગઈકાલે થયેલ જેડીયૂની કાર્યકારિણીની બેઠકમાં આરસીપી સિંહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે. જણાવીએ કે, વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત નીતીશ કુમાર જેડીયૂના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, મને પદની કોઈ ઇચ્છા ન હતી. મારી એવી કોઈ ઇચ્છા નથી કે હું પદ પર રહું.

નીતિશ કુમારનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભાજપે અરૂણાચલ પ્રદેશમાં જેડીયૂના 6 ધારાસભ્યોનો પોતાના પક્ષમાં જોડ્યા છે. આમ ભાજપે પોતાના જ સાથી પક્ષના ધારાસભ્યો તોડ્યા પછી નીતિશ કુમારના આ નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે.

નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂટણી 2020ના પ્રચાર દરમિયાન એકવખત નીતિશ કુમારે એક જાહેર સભામાં કહ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. આ સમેય રાજનીતિ પરથી તેમનો મોહભંગની ઝલક મળી હતી. આ વખતના નિવેદનથી પણ જનતા આ જ રૂપમાં જોઈ રહી છે. જોકે, આ વખતના નિવેદન બાદ કોંગ્રેસે નીતિશ કુમારના નિવેદન ઉપર હુમલો કર્યો છે.

તિશ કુમારના નિવેદન ઉપર બિહારની રાજનીતિ ગરમાઈ છે. તેમના નિવેદન ઉપરકોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠોડે કહ્યું કે નીતિશ કુમાર નાટક કરે છે.

નીતિશ કુમારના નિવેદન ઉપર સ્પષ્ટતા કરતાં પાર્ટી પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે નીતિશ કુમારને પદની કોઈ લાલચ નથી. જનતાની ઇચ્છા ઉપર તેઓ ફરીથી સીએમ બન્યા છે. જનતાની ભાવનાઓને નીતિશ કુમારે એકવાર ફરીથી સમ્માન કર્યું છે.