નવી દિલ્હીઃ પીએમ મોદીએ શનિવાર એટલે કે 3 ઓક્ટોબરે વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ અટલ ટનલનું ઉદ્ઘાટન કર્યું. અટલ ટનલ 9.02 કિલોમીટર લાંબી અને 10.5 મીટર પહોળી છે. આ ટનલનાં ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ ચાલીને અને ખુલી કારમાં ઉભા રહીને તેનું નીરિક્ષણ કર્યું. ઉદ્ઘાટનની તસવીર પણ સામે આવી હતી. જેને લઈને તે ચર્ચામાં રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન કંઈક એવું થયું જેને લઈને પીએમ મોદી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા અને તેમના મીમ્સ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

વાત એણ છે કે પીએમ મોદીએ અટલ ટનલનમાં પગપાળા ચાલીને અને કારમાં ઉભા રહીને હાથ હલાવતા તસવીર સામે આવી હતી. હવે લોકો સોશિયલ મીડિયા પર વસાલ કરી રહ્યા છે કે આખરે પીએમ મોદી કુલી ટનલમાં કોને હાથ હલાવીને બતાવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જ્યારે આખા ટનલ ખાલી છે, કોરોના કાળમાં ત્યાં કોઈ ગેસ્ટ કે કોઈ દર્શક નથી તો પીએમ મોદીએ આખરે પોતાનો હાથ ઉટાવીને કોને બતાવ્યો. શું આ માત્ર કેમેરાની સામે દેખાડો હતો. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ અને તસવીર વાયરલ થઈ રહ્યા છે. તેમની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં તે પગપાળા ચાલી રહ્યા છે પંરતુ હાથ ઉપર ઉઠાવીને અભિવાદન કરતાં હોય તેમ હાથ હલાવી રહ્યા છે.




સોશિયલ મીડિયા પર એક યૂઝરે લખ્યું, પીએમ મોદી ખાલી ટનલમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડ કેમેરાને હાથ બતાવી રહ્યા છે.


એક યૂઝરે લખ્યું, જો પીએમ મોદી આઈપીએલ ક્રિકેટ ખેલાડી હોત તો શું કર્યું હોત? તે ખાલી સ્ટેડિયમમાં પોતાનો હાથ હલાવતા અને બધા કેચ છોડી દેત.




એક યૂઝરે લખ્યું, મોદી જીને ખાલી ટનલમાં હાથ હલાવવા બદલ ટ્રોલન કરવાનું બધ કરો તે ખાલી Modi Wave બનાવાવનો પ્રયત્ન કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, પીએમ મોદી પોતાના die-hard fansને હાથ બતાવી રહ્યા છે.