નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા ટ્રમ્પની સાથે બે દિવસના ભારતના પ્રવાસ પર છે. ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખુદ પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સ્વાગત કર્યું. આ બધાની વચ્ચે ભારતમાં લોકો ઇન્ટરનેટ પર ડોનાલ્ડ ટ્રમ્પને લઈને રોચક સવાલો શોધી રહ્યા છે. તેમાં ટ્રમ્પનીદીકરીને લઈને, તેની પત્નીને લઈને સવાલ પૂછવામાં આવી રહ્યા છે. આવો જાણીએ ઇન્ટરનેટ પર ક્યા ક્યા સવાલોના જવાબ લોકો શોધી રહ્યા છે.

  • ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીનું નામ શું છે?


ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીનું નામ ઇવાંકા ટ્રમ્પ છે. ઇવાંકા પણ ટ્રમ્પની સાથે ભારતના પ્રવાસે આવી છે. ઇવાંકાના પતિ જેરેડ કુશનર પણ તેની સથે છે. ઇવાંકા ટ્રમ્પ પ્રશાસનમાં સલાહકાર પણ છે. ઇવાંકા સૌથી પહેલા 2017માં ભારત આવી હતી. ત્યારે ઇવાંકા હૈદ્રાબાદમાં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેવા ભારત આવી હતી.

  • ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીનું નામ શું છે?


ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીનું નામ મેલેનિયા ટ્રમ્પ છે. મેલેનિયા ટ્રમ્પની ત્રીજી પત્ની છે. તેનો જન્મ 1970માં સ્લોવેનિયામાં થયો હતો. તે મોડલ પણ રહી ચૂકી છે. ટ્રમ્પ અને મેલેનિયાએ 2005માં લગ્ન કર્યા હતા.

  • ઇવાંકાની ઉંમર કેટલી છે?


ઇવાંકાનો જન્મ 30 ઓક્ટોબર 1981માં થયો હતો. તેના પતિનું નામ જેરેડ કુશનર છે.

  • POTUS શું છે?


President of the United Statesનું શોર્ટ ફોર્મ POTUS છે, એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ.

  • મેલેનિયા ટ્રમ્પની ઉંમર કેટલી છે?


મેલેનિયાનો જન્મ 1970માં થયો હતો. તેઓ અમેરિકાના પ્રથમ મહિલા છે.

  • ડોનાલ્ડ ટ્રમ્પની ઉંમર કેટલી છે?


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન 1946ના રોજ થયો હતો. તેઓ હાલમાં 74 વર્ષના છે.