અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલેનિયાની સાથે બે દિવસના ભારત પ્રવાસ પર આજે ભારત પહોંચશે. આ દરમિયાન તેમના ખાવા પીવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદના સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ) પણ જશે. આ દરમિયાન તેમના સ્વાગત માટે અનેક પ્રકારની ચા પીરસવામાં આવશે. ટ્રમ્પ ગાંધી આશ્રમમાં જ ભોજન કરશે. તેમના માટે ભોજન તૈયાર કરવાની જવાબદારી શેફ સુરેશ ખન્નાને સોંપવામાં આવી છે.


રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ચા અને કોફીની અનેક વેરાયટી રાખવામાં આવી છે. જેમાં અમેરિકન, ઇંગ્લિશ, દાર્જીલિંગ, અસમ, ઇલે ગ્રે ઉપરાંત ગ્રીન ટી અને લેમન ટી પણ તૈયાર કરવામાં આવી છે. ચાની સાથે કુકિઝની પણ ત્રણ વેરાઇટી તૈયાર કરવામાં આવી છે.



ચાની સાથે નાશ્તામાં પણ રોસ્ટેડ બદામ અને કાજૂ પણ મેન્યુમાં છે. ઉપરાંત એપ્રિકોટ અને સૂકામેવા પણ રાખવામાં આવ્યા છે. ટ્રમ્પ અને તેમની પત્નીને આ વાનગી પીરસવામાં આવશે.

સ્નેક્સમાં ખમણ, બ્રોકોલી અને કોર્ન સમોસા રાખવામાં આવ્યા છે. મિઠાઈમાં એપલ પાઈ ઉપરાં કાજૂ કતરી અને વિદેશી ફ્રેશ કટ ફ્રૂટ રાખવામાં આવ્યા છે. ટ્રમ્પના સ્વાગત માટે વલકમ ડ્રિંક તરીકે ઓરેંજ અને જામફળનું જ્યૂસ રાખવામાં આવ્યું છે.