ખેડૂતના પ્રદર્શનથી જોડાયેલ ટૂલકિટ સોશિયલ  મીડિયા પર શેર કરવામાં સમાવેશના આરોપમાં કલાઇમેટ એક્ટવિસ્ટ દિશા રવિને બેંગલુરૂથી ધરપકડ કરવામાં આવી છે. તેમના પર દેશ વિરોધી અસંતોષનો માહોલ બનાવવાનો આરોપ છે. દિશા રવિ પર શું આરોપ છે? દિલ્લી પોલીસનું કહેવાનું છે કે, તેમની પાસે બધા જ પુરાવા છે. દિલ્લી પોલીસે જણાવ્યું કે, ટૂલકિટ ડોક્યુમેન્ટને તૈયાર કરવા માટે તેને વાયરલ કરવામાં મહત્વની ભૂમિકા હતી અને તેમણે વ્હોટસએપ ગ્રૂપ શરૂ કર્યું હતું. તે ટૂલકિટ તૈયાર કરતા લોકો સાથે કામ કરી રહી હતી. પોલીસે જણાવ્યાં મુજબ દિશા રવિ ખાલિસ્તાન સમર્થક  પોઇટિક જસ્ટીસ ફાઇન્ડેશનના સહયોગથી દેશ વિરૂદ્ધ અસંતોષનો માહોલ બનાવી રહી હતી. દિલ્લી પોલીસે દિશા રવિનો મોબાઇલ ફોન પણ કબ્જે કરી લીધો છે. ટૂલકિટ શું છે? ટૂલકિટ એક ડિજિટલ હથિયાર છે.જેનો ઉપયોગ સોશિયલ મીડિયા પર આંદોલનને વેગ આપવા માટે થાય છે. પહેલી વખત અમેરિકામાં બ્લેક લાઇવ્સ મેટર આંદોલનમાં આ નામ સામે આવ્યું હતું. ટૂલકિટ દ્રારા સોશિયલ મીડિયા પર આંદોલનમાં મોટી સંખ્યામાં લોકોને જોડી શકાય છે અને આંદોલનને મોટુ સ્વરૂપ આપી શકાય છે. આ ટૂલકિટ દ્રારા આંદોલનમાં સક્રિય રહેવા માટે સિલસિલાવાર બધું જ જણાવવામાં આવે છે. આંદોલન સામે જો પોલીસ એક્શન લે તો શું કરવાનું છે? વગેરે માહિતી તેમાં આપવામાં આવે છે. સોશિયલ મીડિયા પર કોઇ સામગ્રી પોસ્ટ કરતા પહેલા કઇ બાબતો પોસ્ટ કરવી અને ન કરવી તેની પણ જાણકારી આપવામાં આવે છે. પ્રદર્શન સમયે કોઇ મુશ્કેલી ઉભી થાય તો કોનો સંપર્ક કરવો વગેરે ડિટેલ આપવામાં આવે છે.