કોરોના વાયરસથી મુક્તિ મેળવા માટે કોરોના વેક્સિન જ સંજીવની છે. ભારતમાં પણ લોકોને કોવિશીલ્ડ અને  કોવેક્સિન આપવામાં આવી રહી છે. જો કે વેક્સિનના સાઇડ ઇફેક્ટને લઇને કેટલાક લોકો ભયભીત છે.  ઇશા ફાઉન્ડેશનના ફાઉન્ડર સદગુરૂ જગ્ગી વાસુદેવએ 'ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવ સાઉથ 2021' માં આ વિષય પર વિસ્તારથી ચર્ચા કરી. 


સદગુરૂએ કહ્યું કે,  "તમે અને હું આપણે આ પૃથ્વી પર આજે જીવિત એટલા માટે છીએ કે કેટલીક બીમારીની આપણને વેક્સિન આપવામાં આવી છે" તેમણે કહ્યું કે, "1947માં આઝાદી બાદ ભારતીયોઓની સરેરાશ આયુ 28 વર્ષ હતી. આ પરિપેક્ષ્યમાં જોઇએ તો આજે આપણામાંથી કોઇએ જીવિત ન હોવું જોઇએ"


સદગુરૂએ કહ્યું કે,"સદગુરૂએ કહ્યું કે, આપણે લોકો મોર્ડન સાયન્સ ફાયદા ભૂલી ગયા છીએ. જો મોર્ડન સમયમાં વેકિસન ન હોત તો આપણામાંથી કેટલાક ફ્લૂથી મૃત્યુ પામ્યા હોત"


સદગુરૂએ કહ્યું કે, "લોકો આ મુદ્દે ચિંતિત એટલા માટે પણ છે કે, તેમણે અચાનક જ જિંદગીની ક્ષણભંગુરતા વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે. જો આપ બહુ પહેલાથી આ વિશે વિચારત તો બહુ પહેલાથી આધ્યાત્મિક બની ગયા હોત, કારણ કે મૃત્યુ આપને એ મહેસૂસ કરાવે છે કે, આપનું શરીર અમર નથી"


સદગુરૂએ કહ્યું કે, "લોકોને જ્યારે એ વાતનો અહેસાસ થઇ જાય કે તેમની પાસે વધુ સમય નથી તો તેઓ ફાલતૂની ચીજોમાં  સમય બરબાદ કરવાનું આપોઆપ બંધ કરી દેશે"