Hindenburg report:હિડનબર્ગના બીજા રિપોર્ટના આરોપ બાદ અદાણીએ આપી પ્રતિક્રિયા,જાણો શું કરી સ્પષ્ટતા

હિન્ડેનબર્ગે શનિવારે મોડી રાત્રે બહાર પાડેલા તેના નવા અહેવાલમાં જણાવ્યું હતું કે, સેબીના ચેરપર્સન બુચ અને તેમના પતિ ધબલ બુચનો વિદેશી ભંડોળમાં હિસ્સો છે જેનો ઉપયોગ અદાણી જૂથમાં ભંડોળના કથિત દુરુપયોગ માટે કરવામાં આવ્યો હતો.

Continues below advertisement

હિન્ડેનબર્ગે શનિવારે મોડી રાત્રે બહાર પાડેલા તેના નવા અહેવાલમાં જણાવ્યું હતું કે સેબીના ચેરપર્સન બુચ અને તેમના પતિ ધબલ બુચનો વિદેશી ભંડોળમાં હિસ્સો છે જેનો ઉપયોગ અદાણી જૂથમાં ભંડોળના કથિત દુરુપયોગ માટે કરવામાં આવ્યો હતો.

Continues below advertisement

અમેરિકન રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ કંપની હિંડનબર્ગ રિસર્ચે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ પર અદાણી સાથે જોડાયેલા વિદેશી ફંડ્સમાં હિસ્સો હોવાનો આરોપ મૂક્યો છે. જો કે સેબીના વડાએ આ આરોપને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. તો બીજી તરફ આ મામલે અદાણી ગ્રુપનું નિવેદન પણ આવ્યું છે. અદાણી જૂથે સ્પષ્ટ કર્યું છે કે તેમના જૂથના સેબી ચીફ સાથે કોઈ વ્યવસાયિક સંબંધો નથી. હિંડનબર્ગ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

હિન્ડેનબર્ગે શનિવારે મોડી રાત્રે બહાર પાડેલા તેના નવા અહેવાલમાં જણાવ્યું હતું કે, સેબીના ચેરપર્સન બુચ અને તેમના પતિ ધબલ બુચનો વિદેશી ભંડોળમાં હિસ્સો છે જેનો ઉપયોગ અદાણી જૂથમાં ભંડોળના કથિત દુરુપયોગ માટે કરવામાં આવ્યો હતો. દરમિયાન, કોંગ્રેસે અદાણી ગ્રૂપ રેગ્યુલેટરી તપાસમાં તમામ હિતોના સંઘર્ષોને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની કેન્દ્રને માંગ કરી છે. વિપક્ષી પાર્ટીએ દેશના ટોચના અધિકારીઓની કથિત સાંઠગાંઠ શોધવા અને કૌભાંડની સંપૂર્ણ તપાસ કરવા માટે જેપીસીની સ્થાપના કરવાની પણ માંગ કરી છે.

કોઇ સંબંધ નથી

હિંડનબર્ગના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા અદાણી જૂથે જણાવ્યું હતું કે, “અદાણી જૂથનો અહેવાલમાં ઉલ્લેખિત લોકો કે કેસ સાથે કોઈ વ્યવસાયિક જોડાણ નથી. તમામ આરોપોને ફગાવી દેતા, જૂથે કહ્યું કે તે તેની કંપનીઓ પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢે છે અને કંપની ફરી એકવાર સ્પષ્ટતા કરે છે કે,  તેના વિદેશી હોલ્ડિંગનું માળખું સંપૂર્ણપણે પારદર્શક છે. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ વિશે કહેવામાં આવ્યું છે કે તેણે કંપનીઓના જાળ બનાવીને ફંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડાયવર્ટ કર્યું હતું,

સેબીના વડાએ શું કહ્યું

સેબીના વડા અને તેમના પતિએ સંયુક્ત રીતે એક નિવેદન જાહેર  કરીને હિંડનબર્ગના આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા  છે. આમાં બિલકુલ સત્ય નથી. આપણું જીવન અને આર્થિક પરિસ્થિતિ ખુલ્લી કિતાબ જેવી છે. તમામ જરૂરી જાહેરાતો સેબીને વર્ષોથી પહેલાથી જ આપવામાં આવી છે. અમને કોઈપણ નાણાકીય દસ્તાવેજો જાહેર કરવામાં કોઈ ખચકાટ નથી. બૂચે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, હિંડનબર્ગ રિસર્ચના જવાબમાં, જેની સામે સેબીએ અમલીકરણની કાર્યવાહી કરી છે અને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે, અમને ઘેરવાનો  પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, સંપૂર્ણ પારદર્શિતાને ધ્યાનમાં રાખીને, સમયસર વિગતવાર નિવેદન જાહેર  કરવામાં આવશે.

Continues below advertisement
Sponsored Links by Taboola