છેલ્લા કેટલાક દિવસથી WhatsApp તેની પ્રાઇવેટ પોલીસીને લઇને ચર્ચામાં છે. આ મામલે બબાલ તથા કંપનીએ મે સુધી આ મામલાને ટાળી દીધો હતો. જો કે હવે કંપની ફરી નવી રીતે પ્રાઇવેટ પોલીસી લાગૂ કરવાની તૈયારી કરી રહી છે.  કઇ રીતે થશે લાગૂ જાણીએ..

નવેસરથી લાગૂ થશે પ્રાઇવેટ પોલિસી

WhatsAppઆ  પહેલા પણ અપડેટનું એલર્ટ ફોન સ્ક્રિન પર આપી દીધું હતું. યુઝર્સે નવી પોલીસી એક્સેપ્ટ ન કરનાર માટે અકાઉન્ટ બંધ કરવાની પણ વાત કરી હતી. આ મામલે દુનિયાભરમાં તેની પોલિસીને મુદે વિરોધ થયો હતો. જેના કારણે કંપનીએ પ્રાઇવેટ પોલિસીનું અપડેશન  માટે તારીખ મે માસ સુધી લંબાવવાની વાત કરી હતી જોકે હવે તેને નવેસરથી લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.

 કયા ડેટા સુરક્ષિત રહેવાનો કર્યો કંપની દાવો

WhatsApp કંપનીએ નવી પ્રાઇવેટ પોલિસી વિશે વાત કરતા જણાવ્યું કે, યુઝર્સે અપડેટ ઓપ્શન એક્સ્પ્ટ કરવું પડશે નહિ તો યુઝર આ એપ યુઝ નહીં કરી શકે. જો કે કંપની તરફથી એન્ડ  એન્ડ ક્રિપ્શન સુરક્ષિત રાખવાનો વાયદો કર્યો છે.

દરરોજ જોડાઇ છે એક મિલિયન લોકો

ફેસબુકના સ્વામિત્વવાળી કંપની WhatsApp મુજબ  તે બિઝનેસ  ચેટ અને શોપિંગ સર્વિસ આપી રહી છે. કંપનીએ દાવો કર્યો છે કે, દરરોજ એક મિલિયનથી વધુ લોકો બિઝનેસ WhatsApp ચેટ સાથે જોડાયા છે. આ સર્વિસ કસ્ટમર સર્વિસ માનીને કંપની વેપારીઓ પાસેથી શુલ્ક લે છે.