corona vaccine:12થી 15 વર્ષના બાળકો માટે ખાદ્ય તેમજ તેમજઔષધી પ્રશાસને ફાઇઝર -બોયેટેક દ્વારા બનાવેલ કોવિડ-19ના રસીનો ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી. જો કે બાળકોના રસીકરણને લઇને કેટલાક સવાલ ઉપસ્થિતિ થવા સ્વભાવિક છે. એક્સ્પર્ટે તેના જવાબ આપ્યાં છે. 


12થી 15 વર્ષના બાળકો માટે ખાદ્ય તેમજ તેમજઔષધી પ્રશાસને ફાઇઝર -બોયેટેક દ્વારા બનાવેલ કોવિડ-19ના રસીનો ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી. જો કે બાળકોના રસીકરણને લઇને કેટલાક સવાલ ઉપસ્થિતિ થવા સ્વભાવિક છે. એક્સ્પર્ટે તેના જવાબ આપ્યાં છે. વર્જનિયાના વિશ્વવિદ્યાલયના બાલ ચિકિત્સાના પ્રોફેસર શર્લીએ માતા-પિતાની ચિંતાના જવાબ આપ્યાં છે. 


શું બાળકોમાં રસી કામ કરે છે. ?
જી હાં. બાળકોમાં રસી કામ કરે છે, બિલકુલ કામ કરે છે. અમેરિકામાં 12થી 15 વર્ષના બાળકોનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું છે. જે 100 ટકા કારગર સાબિત થયું છે. આ એજગ્રૂપના બાળકોમાં રસી બાદ એન્ટીબોડી જોવા મળી. આ બાળકોમાં એવી મજબૂત એન્ટીબોડી જોવા મળી જે 19 વર્ષના યંગસ્ટર્સમાં જોવા મળી. 


કઇ રીતે જાણ થાય કે રસી બાળકો માટે સુરક્ષિત છે કે નહીં?
અત્યાર સુધીના ટ્રાયલમાં વેક્સિન બાળકો માટે સુરક્ષિત જ હોવાનું સામે આ્વ્યું છે. અમેરિકાએ જે રસીની બાળકો પર ટ્રાયલની મંજૂરી આપી છે. તેના પર ગહન અધ્યન કરવામાં આવ્યું છે. જો કે બાળકો પર વેક્સિનેશનનું આગળ  જતાં શું પરિણામ આવે છે તે જાણવું પર જરૂરી છે. આ કારણે ક્લિનિક ટ્રાયલ કરેલા બાળકો પર નજર રાખવામાં આવી રહી છે. 


શું બાળકો પર કોવિડનો એટલો ખતરો છે કે રસી લેવી જરૂરી છે?
અમેરિકામાં એક સપ્તાહમાં આવેલા કેસમાં ચોથા ભાગના કેસ બાળકોના છે.  બાળકો કોવિડ-19નું સંક્રમણ ઘાતક બને તે દુર્લભ છે. જો કે બાળકો સંક્રમિત થઇ શકે છે અને કેટલાક કેસમાં તેમને હોસ્પિટલમાં દાાખલ કરવા પડે છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં ઓછામાં ઓછા 351 લોકોના મોત થઇ ગયા છે. આ કારણે બાળકોનું પણ રસીકરણ જરૂરી પણ જરૂરી છે. 


શું બાળકોને રસીનુી આડઅસર થાય છે?
ના, બાળકોમાં રસીની કોઇ આડઅસર હજું સુધી નથી જોવા મળી. જો બાળકોને કોઇ વસ્તુની એલર્જી વારંવાર થઇ જતી હોય તો તેવા બાળકોના માતા-પિતાએ આ મુદ્દે ડોક્ટરની સલાહ લઇને બાળકોને વેક્સિન આપવી જોઇએ. 


બાળકોનું ક્યારે મળશે કોવિડની વેક્સિન?
બાળકો પર વેક્સિનનનું પરીક્ષણ શરૂ થઇ ગયું છે. ટૂક સમયમાં જ 12થી 15 વયના બાળકો માટે વેક્સિનેશન શરૂ થશે. આ વર્ષના અંતના સુધીમાં 2થી 11 વર્ષના બાળકો માટે 
પણ રસી આવી જાય તેવી શક્યતાને નકારી ન શકાય