Weather Update Today: ઓક્ટોબર મહિનો લગભગ અડધો વીતી ગયો હોવા છતાં દેશભરમાં લોકોને ગરમીથી રાહત મળી રહી નથી. દેશની રાજધાની દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં લોકો ઉનાળાની જેમ એસી, પંખા અને કુલર ચલાવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, કર્ણાટકમાં આજે એટલે કે વરસાદની સંભાવના છે.
જો રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો અહીંના હવામાનમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડાથી સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે, જો કે લોકોને ફરી દિવસ દરમિયાન તડકાનો સામનો કરવો પડે છે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે (15 ઓક્ટોબર) દિલ્હીમાં વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હાલ હવામાન સૂકું છે. લખનૌમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેવાની સંભાવના છે.
પંજાબ અને હિમાચલમાં ભારે વરસાદની આગાહી
આ સિવાય જો એનસીઆરની વાત કરીએ તો નોઈડામાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની સંભાવના છે, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે 14 અને 15 ઓક્ટોબરે બે દિવસ પંજાબમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થશે. હિમાચલ પ્રદેશમાં પણ 14 થી 18 ઓક્ટોબર સુધી પાંચ દિવસ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય 16 ઓક્ટોબરે સાત જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. IMD અનુસાર, રાજ્યમાં આજે એટલે કે શનિવાર (14 ઓક્ટોબર) અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે ઘણા જિલ્લાઓમાં આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 14 ઓક્ટોબરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના લીધે 14થી 16 તારીખમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. નવરાત્રિના રંગમાં પણ ભંગ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 14 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. 16મી તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે. 16મી તારીખથી અરબી સમુદ્રમાં હલચલ શરૂ થશે. 17, 18 અને 19મીએ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે. 20 ઓક્ટોબરથી લઈને 24 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં ચક્રવાત ઉભુ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રના ચક્રવાતના કારણે ગુજરાતના દરિયાકાંઠે વરસાદ પાડવાની શક્યતા છે.