શિલોંગઃ એક મહત્વના ચુકાદામાં મેઘાલયના પૂર્વ અપક્ષ ધારાસભ્ય જુલિયસ ડોરફાંગને એક સગીર છોકરી પર બળાત્કાર ગુજારવાના કેસમાં વર્ષ જેલની સજા ફટાકારાઈ છે જુલિયસ ડોરફાંગ સામે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ (પોક્સો)ની કલમો હેઠળ કેસ નોંધાયો હતો. પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ (પોક્સો) કોર્ટના સ્પેશિયલ જજ એફ એસ સંગમાએ જુલિયસ ડોરફાંગને દોષિત ઠેરવીને આ સજા સંભળાવી હતી. 25 વર્ષની કેદની સજા ઉપરાંત પૂર્વ ધારાસભ્યને 15 લાખ રૂપિયાનો દંડ પણ ફટાકારવામાં આવ્યો છે. 


પૂર્વ ધારાસભ્ય જુલિયસ ડોરફાંગના વકીલ કિશોર સીએચ ગૌતમે જણાવ્યું છે કે,  આ ચુકાદાને મેઘાલય હાઇકોર્ટમાં પડકારવામાં આવશે. મેઘાલયમાં હિંસા આચરનારા સંગઠનથ હિનીવટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલના સંસ્થાપક અધ્યક્ષ જુલિયસ ડોરફાંગે વર્ષ 2007માં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ હતું. ત્યારબાદ તેઓ 2013માં રીભોઇ જિલ્લાની માવહાટી બેઠક પરથી અપક્ષ તરીકે ધારાસભ્ય બન્યા હતાં. 2017માં જ્યારે તે ધારાસભ્ય હતાં ત્યારે તેમના પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો.


પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યા પછી ધારાસભ્ય ફરાર થઇ ગયા હતાં. આસામના પાટનગર ગુવાહાટીના બાહ્ય વિસ્તારમાં આંતર રાજ્ય બસ ટર્મિનસ પાસેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 


પૂર્વ ધારાસભ્ય પર પોકસો અધિનિયમ અનૈતિક ટ્રાફિકિંગ રોકથામ અધિનિયમની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતાં. તેમને નોંગપોહ જિલ્લા જેલમાં  બંધ કરવામાં આવ્યા હતાં. 2020માં મેઘાલય હાઇકોર્ટની સિગલ જજ બેન્ચે ખરાબ તબિયતના આધાર પર તેમને જામીન આપ્યા હતાં.  પૂર્વ ધારાસભ્યના વકીલે વધુમાં જણાવ્યું હતું કે તમામને ખરાબ છે કે જુલિયસની તબિયત સારી નથી. હું અરજી દાખલ કરી સજા રદ કરવાની માંગ કરીશ અને તેમના જામીનની માગ કરીશ.