Covid Vaccination કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 75 કરોડી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ, સૌનો પ્રયાસના મંત્ર સાથે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન નિરંતર આગળ વધી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આઝીદીના 75માં વર્ષમાં દેશે 75 કરોડ રસીકરણનો આંકડો પાર કરી લીધો છે.


જે બાદ વુના સાઉથ-ઈસ્ટ એશિયા ડાયરેક્ટર રિઝયોનલ ડિરેકટર ડો.પૂનમ ક્ષેત્રપાલ સિંહે કહ્યું, ભારતે 85 દિવસમાં 100 મિલિયન ડોઝનો આંકડો પાર કર્યો હતો.  ભારતે માત્ર 13 દિવસમાં 650 મિલિયન ડોઝથી 750 મિલિયન ડોઝ સુધી પહોંચ્યું છે.






સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,254 નવા કેસ નોંધાયા છે અને 219 લોકોના મોત થયા છે. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 74 ટકા જેટલા કેસ માત્ર કરેળમાં જ નોંધાયા છે.


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 32 લાખ 64 હજાર 175

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 24 લાખ 47 હજાર 032

  • કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 74 હજાર 269

  • કુલ મોતઃ 4 લાખ 42 હજાર 874


કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા


આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 54,30,14,076 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 12,08,247 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.